Gujarati Quote in Poem by Armin Dutia Motashaw

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Every builder, constructor and owner should think before he fells TREES.

કૃત્ય તમારા સંભાળો

કાપી નાખ્યું બહેરેહમીથી એને, અરે રે, ફરી થયું એક ખૂન !

છીનવી લીધું ફરી એક વાર ઓ દુષ્ટ માનવીઓ, તમે આં પ્રકૃતિનું સુકુન.

આં તે કેવા ઘાતક, કરપીણ અને દયાહીન છે તમારા કરમ !!!

શું આવું શરમજનક કૃત્ય કરવા માટે, શીખવે છે તમને તમારો આં ધરમ;

પોતાના થોડા સ્વાર્થ માટે, કરો છો તમે આં ધરાનું ખૂન, એનું સત્યાનાશ;

સુંદર, લીલાછમ ઝાડો કાપીને બનાવો છો પોતાને માટે એક આવાસ;

આવું શરમજનક કૃત્ય કરવા માટે શું ઝંજોડિયાં નહિ તમને, આત્માએ તમારા ???

અરે રે, કેવડો મોટો ધબ્બો લગાડ્યો તમે, આં કૃત્ય કરી, આત્મા પર તમારા !

વૃક્ષ આરોપણ કરવાને બદલે બનાવો છો આં ધરાને બિયાબાન; વિધવા એક !!!

આજે સાચી જરૂરત છે ઝાડો રોપવાની , ઉછેડવાની; તે પણ એક નહીં, અનેક.

અંતરાત્મા માં ઝાંકી જગાડો એને, પર્યાવરણ ને ઉજાડો નહિ બની દયાહીન

વૃક્ષ ઉગાડવા, એમને પ્રેમથી સિંચવા, શીખવે છે આપણને, આપણી સંસ્કૃતિ પ્રાચીન.

Armin Dutia Motashaw

Gujarati Poem by Armin Dutia Motashaw : 111328938
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now