"તારી યાદોને એક આકાર આપી દઉં"
ચાલ ! તારી યાદોને એક 'આકાર' આપી દઉં,
કદી વિસરાય નહીં એવું 'નામ' આપી દઉં !
નથી શકય એ વાતને ભૂલવાની કોશિશ કરી,
પોતાની જ જાતને એક મીઠું દદૅ આપી દઉં !
નતમસ્તક ઝુકાવી તારી યાદોને હાથ જોડી,
ફરી કદી ના આવે એવી 'વિદાય' આપી દઉં !
હા જાણું છું સહેલું તો નથી તને ભૂલાવવું,
છતાં પોતાની જાતને એક 'અવસર' આપી દઉં !
તને યાદ રહેશે કે કેમ એ પણ મને ખબર નથી,
પરંતુ ! તું ભૂલી નહીં શકે એ 'ખાતરી' આપી દઉં !
રંગીન ખાટી મીઠી યાદોનું આ સફર યાદગાર છે,
ફરી આ સફરને જીવનની ખાસ 'ક્ષણ' આપી દઉં !
હ્રદયરૂપી પીંજરામાં કેદ કયાં સુધી રાખું હું તને !
ક્ષણ આવી છે, લો આજથી 'આઝાદ' કરી દઉં !
વિચારું છું, તારી યાદોને એક આકાર આપી દઉં,
કદી વિસરાય નહીં એવું એક 'નામ' આપી દઉં. !
- " વિદ્યા પાડવી." - તાપી.