Gujarati Quote in News by બાબા સત્સંગી

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Live from Surat : સુરતના 14 માળના રઘુવીર માર્કેટમાં મોડી રાત્રે લાગેલી આગ સવારે પણ બેકાબૂ, આખી બિલ્ડિંગ આગની ઝપેટમાં, 50થી વધુ ફાયર ફાઈટર ઘટનાસ્થળે

સુરત શહેરના પુણા-કુંભારીયા રોડ પર આવેલા 14 માળના રઘુવીર સિલિયમ માર્કેટમાં ફરી એક વખત આગ લાગવાનો બનાવ બન્યો છે. રઘુવીર માર્કેટમાં મોડી રાત્રે આગ લાગી હતી, જેણે વિકરાળ રૂપ ધારણ કર્યું છે. આગ એટલી વિકરાળ છેકે મોડી રાતે લાગેલી આગ પર સવારે સાત વાગ્યા સુધી પણ કાબૂ મેળવાયો નથી.

14 માળના રઘુવીર માર્કેટના તમામ માળ આગની ઝપેટમાં આવી ગયા છે. આગ પર કાબૂ મેળવવા માટે શહેરના ફાયર વિભાગે મેજર કૉલ જાહેર કર્યો અને ડિપાર્ટમેન્ટની તમામ ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. ઉપરાંત બારડોલી, સચિન, નવસારી સહિત આસપાસના ફાયર સ્ટેશનની ગાડીઓ પણ મદદે આવી છે. સદનસીબે હાલ જાનહાનિના કોઇ અહેવાલ નથી.

મળતા અહેવાલ અનુસાર ભીષણ આગ પર કાબૂ મેળવવા માટે 50થી વધુ ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યાં છે. નીચેના માળમાં આગ પર કાબૂ મેળવી લીધો હોવાના પ્રાથમિક અહેવાલ છે. જોકે ઉપરના માળમાં હજુ પણ આગ કાબૂમાં આવી નથી. 3 હાઈડ્રોલિક ક્રેનથી પણ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

#Surat #RaghuvirMarket #Gujarat #Fire #RaghuvirCeleum #RaghuvirCeleumFire

Gujarati News by બાબા સત્સંગી : 111327728
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now