Gujarati Quote in Quotes by Umakant

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દઈ વચન પછી
નઈ અવતરવાનું?
હેં, હરિ,
સાવ માણસ
જેવું કરવાનું?

લીલાની વાતો
ને ચમત્કારની
આશમાં આમ
રોજ ઉઠીને
અમારે કરગરવાનું?

ગીતાનું જ્ઞાન
બધું પોથી માં
રાખી ને તારું કીધું
સાચું માની
રોજ રટવાનું?

નથી કોઈ પ્રમાણ,
ગોવર્ધન ઉપડ્યાનું
જે આવી પડે તે
બધું અમારે સહેવાનું?

ના કોઈ પ્રમાણ,
કે ના કોઈ ઠેકાણું
તોય સર્વવ્યાપ્ત છે
એવું અમારે કહેવાનું?

સૌ શૃંગાર ને છપ્પનભોગ
ધરીએ તોય
શિખરની ધજાની
જેમ રોજ ફફડવાનું?

મળી નવરાશ તો
લખી બે લીટી ફરિયાદની
જવાબ મળશે માની
આમજ ભટકવાનું?

દઈ વચન પછી
નઈ અવતરવાનું?
હેં, હરિ,
સાવ માણસ
જેવું કરવાનું?

--- અજ્ઞાત

Gujarati Quotes by Umakant : 111327010
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now