કોઈ વખત નિરાંતે બેસીને થોડું મનોમંથન કરો
પ્રજામા તમારા પ્રત્યે આટલો બધો રોષ કેમ વ્યાપી રહ્યો છે ?
એક તમારો અહંકાર ઉપરાંત પ્રજાની મુશ્કેલીઓ નિવારવાના બદલે આંખ આડા કાન કરવા અને કોઈ લક્ષ નહિ આપવું ફક્ત ને ફક્ત સત્તા મેળવવાના સ્વપ્ના અને તેના વિચાર વર્તન અને પ્રયત્નો
પ્રજાની સામાન્ય અપેક્ષા પ્રત્યે પણ ઉદાસીનતા અને જવાબદારી ઉપાડવાનો અભાવ અને બીજાના ઉપર જવાબદારી ઢોળી દેવાની આવડત અને અમલવારી
ઉડાઉ ખર્ચા અને પ્રજાને સવલતના નામે શૂન્ય પ્રજાની ઘોર ઉપેક્ષા જેના કારણે પ્રજાનું હ્રદયમા સ્થાન મેળવવાનું ચૂકી ગયા અને પ્રજામાં અસંતોષને ભડકાવવામા તમારા સાથીઓની કડવી જીભ દ્વારા અસંતોષમા ઘી હોમવું
ગરીબો ખેડૂત અને મજૂર વર્ગની ભારોભાર ઉપેક્ષા કરીને ઉધોગપતિઓને પંપાળવાની વૃત્તિ
મોઢા ઉપર સત્ય કહેવાવાળાને દૂર કરી ખોટી હાજી હા કરવાવાળા પ્રાંસકોને પંપાળવા
અવિચારી નિર્ણય લઈ પ્રજાની પરેશાની વધારવી અને કોઈનું કાઈ સંભાળવું નહિ પોતે કહે એજ સાચુંની ભાવના
તેમજ અણાવડતના કારણે વધતી મોંઘવારી અને બેરોજગારી જેના ફળ સ્વરૂપે ફૂલીફાલી રહેલ ભ્રષ્ટાચાર જેને નાથવામા ભારોભાર તમારી નિષ્ફળતા
બિનજરૂરી ખોટા ખર્ચ અને મેળાવડા અને રેલીઓ શિક્ષણના ખાનગીકરણમા મૌન સહમતી
લાયકાત વગરનાઓને સત્તાની વહેચણી નવી રોજગારી ઊભી કરવામા સદંતર નિષ્ફળતા અને અણ આવડતના કારણે કેટલાય લાયક વ્યક્તિઓને પોતાની નોકરીથી હાથ ધોવા પડેલ છે
સત્તા હાંસલ કરવાના ધ્યેયથી કોમવાદ અને જ્ઞાતિવાદને આડકતરી રીતે પ્રોહત્સાન આપી સમાજને તોડવાની નીતિ
ખેલદિલીની ભાવનાનો અભાવ અને કિન્નાખોરી રાખીને દબાવવાના પ્રયાસો
સુરક્ષા દળો પ્રત્યે તેઓની કપરી ફરજ પ્રત્યે પણ ઉદાસીનતા અને તેના પ્રત્યે સંવેદનાનો અભાવ
કૃષિપ્રધાન દેશ મા કૃષિથી વધુ ઉદ્યોગોને પ્રોહત્સાન આપવાની નીતિ અને જરૂરિયાતવાળાને ભૂલી મળતિયાઓને ગજા બહાર ની રકમોની લોનનું વિતરણ
આવા અનેક કારણો તમારી ઘટતી લોકચાહના માટે જવાબદાર છે જેના પ્રત્યે ક્યારેક વિચારજો
કડવું લાગશે પરંતુ ખુબ જ મનોમંથન કરીને સત્ય ઉજાગર કરવા પ્રયત્ન કર્યો છે
વંદે માતરમ્. ભારતમાતા કી જય. જય હિન્દ