"ઈદ ની ભેટ"
એ દિવસ મારે બજારમાં જવાનું થયું , મારી ઢીંગલી માટે ચંપલ લેવાના હતા , એક દુકાન માં ચંપલ જોઈ રહી હતી ત્યારે એક ૮-૯ વર્ષ નો બાબો અને એની નાની બહેન કે જે ૪-૫ વર્ષની હશે, એ પણ ચંપલ જોઈ રહ્યા હતા . અને અચાનક દુકાનદાર સાથે રકજક કરીને તેઓ જતાં રહ્યા . એ બાબત પર મારું ખાસ ધ્યાન ન હતું .પણ, આગળ ની એક ચંપલ ની દુકાને જતાં મેં તેઓને ત્યાં જોયા . દુકાનદાર સાથે વાત કરતી વખતે જાણવા મળ્યું કે એની પાસે ૧૦૦ ની ૧૦-૧૦ વાળી જૂની નોટો જ છે , બાકી કંઈ જ નથી જ્યારે ચંપલ ની કિંમત વધારે છે . ત્યારે મને થયું કે હું તેની મદદ કરું પણ એ દરમિયાન દુકાનદારની સાથે વાતચીત દ્વારા જાણવા મળ્યું કે કાલે તેની નાની બેન ને તે ઈદની ભેટ આપવા માંગે છે . . . . દુકાનદારે કંઈ પણ કહ્યા વગર એની કમાણી ની જૂની વળી ગયેલી ૧૦-૧૦ ની નોટો લઈ તેને ગમતાં ચંપલ આપ્યા . . . આંખો ભીની થઈ ગઈ એ જોઈ ને કે એ બાળકએ પોતાની બેન ની ખુશી માટે પોતાની પરસેવાની કમાણી ને . . .