જિંદગી જીવવાની હજી બાકી છે,
સપનાઓ પુરા કરવાના હજી બાકી છે,
મળ્યું છે ઘણું બધું પણ હજી ઘણું ખરું મેળવવાનું બાકી છે,
મળી ગઈ છે આઝાદી પણ આબાદ થવું હજી બાકી છે,
મળી ગયા છે દોસ્ત પણ હજી દોસ્તી નિભાવી બાકી છે,
મળી ગયું છે હેત પણ ધરાઈ જવું હજી બાકી છે,
મળી ગયો છે કિનારો પણ પંથે પહોંચવાનું હજી બાકી છે,
મળી ગયો છે "કૃષ્ણ" પણ ભક્તિ હજુ બાકી છે._ બિંદુ અનુરાગ..