ઉંધિયાનુ સંશોધન પત્ર
એક રસપ્રદ જાણકારી:
વર્ષો પહેલાની વાત.
પતંગ ચગાવવાની શોખીન #છોકરીના રૂઢિચુસ્ત પરિવારમાં લગ્ન થયા.
પ્રથમ ઉત્તરાયણ આવી. એ નવોઢા સાસરીમાં પતંગ ચગાવવા થનગને .
હવે બન્યું એવુ કે
સાસુ એ શિયાળુ ઢગલો શાક એની આગળ મૂકી દીધા ને કહ્યું કે બહેનબા જમાઈ કુમાર અને બે ભાણીયા આવ્યા છે તો જમવાનું બનાવી દે.
પરીવારમાં પેહલેથી સાસુ, સસરા, નણંદ, દિયર અને એ પોતે ને એનો પતિ..
હવે બીજા ચારેક મહેમાન..
બધા ધાબે ચઢી ગયા અને નીચે એકલી આ વહુ રસોડામાં ભરાઈ ગઈ.
રસોડામાં કામ કરતાં કરતાં બધાના કાયપો છે, લપેટ, ની બુમાબૂમો ચિચિયારીઓ કાને સંભળાય.
વહુ કામ કરતા કરતા ગુસ્સામાં લાલઘૂમ. એનો પતંગનો શોખ આજે પહેલી વાર ઘરમાં ભરાઈને પૂરો થઈ શકતો નહોતો.
હવે આ ગુસ્સો બધી #શાકભાજી પર ઉતર્યો ને વહુ એ જેમ તેમ આડું અવળું મોટા મોટા કટકા કરી જેમ તેમ #રાંધવા મૂકી દીધું
એકાદ કલાક પછી સાસુ અને નણંદ નીચે આવ્યા.
નીચે આવીને જોયું કે.. આ શું બનાવ્યું વહુ એ!
સાસુ ગુસ્સામાં તમતમી કહે આ
#ઊંધુંબાફીયું તે..
કઈ ભાન પડે ?
હવે મહેમાનને શું ખવડાવવું.?? એ વિચારી દીકરાને જલેબી અને પુરી તૈયાર મંગાવી કે કંઈક તો કોઈ ખાય
હવે બપોરે બધા નીચે ભૂખ્યા વરૂ જેવા બની જમવા ઉત્તર્યા.
એટલા ભૂખ્યા હતા કે જાતે જ ડીશ કાઢી શાકભાજી લઈ લીધું ને પુરી જોડે ખાવા લાગ્યા.
સાસુ નણંદ હજુ કઈ બોલે સમજાવે એ પહેલાં જ તમામ લોકોના મોંમાંથી વાહ, શું #શાક બન્યું છે..?? એકદમ ગરમ ગરમ મસ્ત અલગ જ પહેલી વાર જોયું અને ખાયું આવું તો..
સાસુ નણંદ એકબીજાની સામે જોઈ રહ્યા ને વહુ ક્યાં ગઈ નજર નાખવા લાગ્યા તો ધાબેથી વહુની બૂમ સંભળાઈ..
કાઈપો છે..!!
બૂમ સાંભળીને સાસુ નણંદ શરમાઈને નીચું ઘાલી ગયાં .
આ વાત ધીરે ધીરે બધે ફેલાઈ જતા વહુની આ #ઊંધું #બાફેલું ગુસ્સામાં તે ફેમસ ડીશ બની ગઈ.. ને સમય જતાં શબ્દ અપભ્રંશ બની #ઊંધિયું બની ગયો..
#બોલો છે ને રસપ્રદ #ઇતિહાસ ..?