કર આં
કડવી યાદો ને, કાળજા માંથી કાઢી નાખ, ઓ દિલ
મીઠી મધુરી યાદો વસાવી, એમાં ડૂબી જા ઓ દિલ.
મીઠી યાદો લાવશે તારા હોઠો પર, મીઠું મુસ્કાન
એનાથી ચોક્કસ આવશે, તારા જાન માં જાન.
મીઠી યાદોને સંજોઈ ને રાખ તારા દિલમાં હરદમ
અને કર કોશિશ ભૂલવા, હર ચિંતા અને બધો ગમ.
કહ્યું મારું માની, વીણા સંકોચ તું કામ જરૂર કર આં
નામ અહુરા નું લઈ ઉઠાવ કદમ; ભલું થશે તારું, જા.
Armin Dutia Motashaw