*અમે તો રહ્યાં હથેળીના માણહ*
ટેરવેથી મળવાનું નહીં ફાવે,
*ભીની આંખે ભેટી લેશું*
અમને સાવ ઠાલું મરકવું નહીં ફાવે,
*ખુલ્લા દિલે ખખડાવી દેશું*
બાકી રૂસણાં -મનામણાં નહીં ફાવે,
*હકથી લેશું દુઃખડાં દોસ્તનાં*
એમાં પાછળ રહેવાનું નહીં ફાવે,
*સાથે રહીને સુખ વહેંચશું*
એક્લતાનું સ્વર્ગ સાલું નહીં ફાવે,
*મૈત્રીની મહેક સહજ ફેલાવશું*
*વચન -વાયદા નહીં ફાવે.
સત્ત્વની સુવાસ સઘળે પ્રસરાવીશું
ઠાલી ઘરેડ માં હાંકે રાખવું નહિ ફાવે