Gujarati Quote in Whatsapp-Status by Saurabh Kadiya

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

⚫લોકો ખૂટે છે જ્યારે સંસાર રચુ છું
શબ્દો ખૂટે છે જ્યારે કવિતાનો કંસાર રચુ છું
⚫ક્યાંક કોઈ તો ખૂટે છે જીવન માં
પણ કોઈનો ઋણી ના બની જાઉં જિંદગી માં એનાથી બચુ છું
⚫રોજ પોતાને નિખારવા હચમચું છું
પણ હું જ મારી નજરે ના ચડી જાઉં એનાથી બચુ છું
⚫સાચો છું એટલે જ ક્યાંક કોઈને ખુચુ છું
પણ સત્યની સાંકળ મારાથી તૂટે નહીં એનાથી બચુ છું
⚫વડવૃક્ષ ની છાયા બનીને વસુ છું
પણ ક્યાંક ગામ વચ્ચેનો બાવલોયો ના બની જાઉં એનાથી બચુ છું
⚫ટુકડે ટુકડે માણસાઈનો મહેલ રચુ છું
પણ ક્યાંક કોઈના મનનો મેલ ના બની જાઉં એનાથી બચુ છું
⚫તાકાતના જોરે નહીં પ્રેમના જોરે આપના માટે આભરનું અંબર રચુ છું
બસ ખાલી આપના જીવન માં શબ્દકોશ બનીને ના રહી જાઉં એનાથી બચુ છું

Gujarati Whatsapp-Status by Saurabh Kadiya : 111322601
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now