"સંગાથ"
આગામી આવનાર તહેવાર ઉત્તરાયણ જેવા પર્વને ઉજવીએ જ એટલું જ નહિ,પણ દ્રષ્ટિકોણ અને સકારાત્મક વિચારોથી સમજીએ. જેથી સાચા અર્થમાં ઉત્સવને મહોત્સવની જેમ ઉજવ્યો અને સમજ્યો કહેવાય........બહુ જ ઓછા શબ્દોમાં મારા વિચારોની મારા અંતરાત્મા સાથે વાતુ અહી પ્રસ્તુત છે........!!!!!
વગર દોરીના સંગાથ
પતંગ એકલા હાથ ક્યાં ઉડશે?
છેલ્લે નિષ્ફળ થઈ
એ જમીન પર જ ધરાશાય થશે...!
ઉડતા હશે રંગબેરંગી પતંગ આસમાનમાં,
જોઈ લેજો હર એક પતંગ હશે દોરીની સંગાથમાં....!!!!
આસમાનને સ્પર્શ કરી ,ઊંચાઈના શિખર પર જવા માટે સંગાથ ની જરૂર પડે છે,એટલે જ નભ પર ઉડવા માટે પતંગને દોરીની જરૂર પડે છે. એકલા રહી જશો તો ક્યાં પહોંચશો??? આ પ્રશ્ન પોતાના મનને પૂછશો તો તમારા મનનું પરિવર્તન અહમતામાંથી શૂન્યતામાં થઈ જશે.
અર્થ: સંગાથ એટલે નાસ્તિકતા ની દ્રષ્ટિ એ નહિ પણ આસ્થીકતા ની દીર્ઘદ્રષ્ટિ એ સત્યપ્રકાશ કે પવિત્ર પાત્રનો સંગાથ. જે સંગાથ થકી જીવનનિર્વાહ ની કટોરી અને વિકટ પરિસ્થિતિ એક ક્ષણમાં જ નાશપ્રાય થઈ જાય અને હર સમયે જેનો સંગાથ તમારા ચિત ને શાંતિ અને મનને પ્રસન્નતા પૂરી પાડનાર હોય છે.
આ સંગાથ એટલે શિષ્ય સાથે ગુરુનો સંગાથ, એક મિત્ર નો બીજા મિત્ર સાથે સંગાથ, ભાઈ ભાઈ સાથેનો સંગાથ, પરિવારનો પરિવાર સાથેનો સંગાથ,સમાજનો સમાજ સાથે નો સંગાથ અને દેશનો દેશ સાથેનો સંગાથ અને આ પર્વ પર પતંગનો દોરી સાથેનો સંગાથ...... સંગાથથી માત્ર સફળતા મળે છે એવું નથી પણ સંગાથ થી સમજણ મળે છે,
એકલતાનો સહવાસ તૂટી એકતા નો ભાવ મળે છે...સરળ શબ્દોમાં કહું તો એકમેક ની જરૂરિયાતો થકી જ એકબેક ની મદદ થાય અને અને માત્ર વ્યક્તિ સ્વયં નહિ પણ સંગાથ ની ભાવના થી સમાજ, દેશ અને રાષ્ટ્રનું પણ ભલું જ થાય છે....
મારા પ્રસ્તુત સર્જનમાં સંગાથ ના રૂપકથી હર એક વ્યક્તિના હૃદયમાં જગ્યા મેળવી લોકોના હૈયા જીતવાનો જ પ્રયાસ છે...!!!!!!!
અમે બધા નાદાન મનુષ્ય પતંગ
હે ઈશ્વર અમને દોરનાર તું દોરી બની જા,
આસમાનમાં ઉડી શકીએ નિરંતર,
એવો તું સંગાથ બની જા......!!!!!!
લિ.
Harshad kariyani