અમુક વખત હું મને શોધું એમ લાગે,
પછી હું કઉ તમને કે હું મને ક્યાં મળું?
એક સમુદ્રકિનારે જાતને શોધતી શોધતી જતી રઉ,
અને એ કિનારાની રેતી આગળ હું મને મળું...
સાંજે સુરજ આથમે એટેલે સુરજ આગળ જતી રઉ,
ત્યારે જ તો એને જોવાની તકમાં હું મને મળું...
વરસાદમાં આમ મને પલાળવા હું જાઉં,
મને ભીંજાવાની વાટમાં હું મને મળું...
એક કાગળ આવ્યો,
મેં મોકલેલા કાગળનો જવાબ હતો...
તારા કાગળના મારા મોકલેલા જવાબથી હું મને મળું....
-ધરા (૧૧-૧-૨૦૧૮)