Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

All Disease Will Clear Chant This Mantra

દવા લેતી વખતે આ મંત્ર બોલવાથી દૂર થઈ શકે છે કોઈપણ મોટી બીમારી..............

હિન્દુ ધર્મ પરંપરાઓમાં દેવ પૂજાના ઉપાયોમાં ખાસ કરીને દેવી ઉપાસનાથી અપનાવેલા ખાન-પાન અને રહેણી-કરણીના સંયમ અને અનુશાસન તન-મનને તાકાત અને ઊર્જા આપે છે. આનાથી વ્યક્તિ નિરોગી થઈને લાંબુ આયુષ્ય અને સુખ પામે છે. આ જ કારણ છે કે વ્યવહારિક રીતની સાથે ધાર્મિક ઉપાયોને જોડીને શાસ્ત્રોમાં દેવી ઉપાસનાના કેટલાક વિશેષ મંત્રોનું સ્મરણ સામાન્ય જ નહીં પરંતુ ગંભીર રોગો અને તેનાથી પેદા થનારી પરેશાનીઓને પણ દૂર કરે છે. આ રોગનાશક મંત્રોનું દેવી ભક્તિના વિશેષ દિવસોમાં ધ્યાન સારા સ્વાસ્થ્ય માટે અત્યંત કારગર સાબિત થાય છે. શક્તિ ઉપાસનાની કોઈપણ તિથિઓ નવરાત્રિ, અમાસ, પૂનમ, શુક્રવાર સહિત શુભ તિથિઓ ઉપર તથા ગુપ્ત નવરાત્રિઓમાં પણ આ ઉપાય કરી શકાય છે.

આગળ વાંચો મંત્રજાપ કરવાની વિધિ અને મંત્રોને....

ધાર્મિક દ્રષ્ટિએ દરરોજ આ મંત્રોનું યથાસંભવ 108 વાર જાપ તન, મન અને સ્થાનની પવિત્રતાની સાથે કરવાથી સંક્રામક રોગ સહિત બધાં ગંભીર રોગો પણ દૂર થાય છે. ઘર-પરિવાર રોગમુક્ત થાય છે. આ મંત્રોના જાપથી પહેલાં દેવીની પૂજા પારંપારિક પૂજા સામગ્રીઓથી જરૂર કરવી. આમાં ગંધ, ફુલ, વસ્ત્ર, ફળ, નૈવેદ્યને સામેલ કરો. આટલું પણ ન કરી શકતા હોવ તો ધૂપ અને દીવો પ્રગટાવી મંત્રોનું ધ્યાન કરી આરતી કરવું પણ અત્યંત શુભ માનવામાં આવે છે.
નીચે જાણો કયો મંત્ર કઈ બીમારીમાંથી છુટકારો અપાવે છે.

-માનસિક રોગ, પરેશાનીઓ, ભય, કલેશ અથવા ગુસ્સાવાળા સ્વભાવથી છુટકારો મેળવવા માટે આ દેવી મંત્રનું સ્મરણ કરવું.
"ॐ शों शोकविनाशिनाभ्यां नमः"

આગળ જાણો અન્ય ગંભીર બીમારીઓ માટેના વિશેષ દેવી મંત્ર......

-ગળાની કોઈપણ બીમારીમાં આ દેવીમંત્ર બોલવાથી તેનો શુભ પ્રભાવ છુટકારો અપાવે છે.

"ॐ चिं चित्रघण्टाभ्यां नमः"
-આ જ રીતે આ વિશેષ દેવી મંત્ર બોલવાથી આંખોની અનેક બીમારીઓમાં રાહત મળે છે.

"ॐ शां शांखिनीभ्यां नमः"
- આ દેવી મંત્ર કાનના રોગો અને પરેશાનીઓ પર કાબૂ મેળવવામાં કારગર સાબિત થાય છે.

"ॐ द्वां द्वारवासिनीभ्यां नमः"
:-હૃદય સંબંધી બીમારીઓમાં આ દેવી મંત્રનું જાપ કરવાથી ફાયદો થાય છે.
"ॐ लं ललिताभ्यां नमः"

- માથાનો દુખાવો, માનસિક રીતે અસ્થિર લોકો, તંત્રિકા તંત્ર એટલે કે નર્વસ સિસ્ટમથી જોડાયેલી બીમારીઓમાં રાહત માટે આ દેવી મંત્રનું ધ્યાન ગુપ્ત નવરાત્રિમાં અવશ્ય કરવું.

"ॐ उं उमादेवीभ्यां नमः"
- આ મંત્રો સિવાય દુર્ગાસપ્તશતીનો આ દેવી મંત્ર બધી બીમારીઓને દૂર રાખી નિરોગી બનાવવાવાળો માનવામાં આવે છે.

રોગનાશક દેવી મંત્ર

- ॐ जयंती मंगला काली भद्रकाली कपालिनी।
दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते।।

નોંધઃ- જો તમે મંત્રનું ઉચ્ચારણ સારી રીતે ન કરી શકતા હો તો કોઈ યોગ્ય પંડિત પાસે જાપ કરાવો. યોગ્ય ઉચ્ચારણ ન થવાથી મંત્રનો ઉલ્ટો પ્રભાવ પણ થઈ શકે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111321417
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now