Gujarati Quote in Thought by Kinjal Dipesh Pandya

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🌹🌹આપણું ભવિષ્ય આપણા હાથમાં 🌹🌹

આપણે દેખાદેખી ની દુનિયામાં આંધળી દોટ મૂકી રહ્યા છીએ એ સમજાય છે ખરું પણ એનું પાલન ક્યાં કરીએ છીએ? પાડોશીના સંતાનો અંગ્રેજી માધ્યમમાં ભણે તો આપણા સંતાનો કેમ નહીં??? પછી આપણને સમજ પડે કે ન પડે પણ અંગ્રેજી માધ્યમમાં મૂકવું. આપણું બાળક તે સમજી શકે કે ન સમજી શકે પણ આપણે ત્યાં મૂકવું. પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા ની જીદ આપણને જ ભારે ન પડે એ જોજો!! આવનાર બધી જ પેઢી જો અંગ્રેજી માધ્યમમાં ભણશે તો ગુજરાતી માધ્યમનું શું થશે??? તમને એક વાત કહું અંગ્રેજી માધ્યમના છોકરાઓ પાસે ભલે ભણતર હોય પણ ગણતર તો ગુજરાતી માધ્યમના છોકરાઓ પાસે જ હોય. એને ભણવાનું બહું અઘરું ન લાગે. એ રમતા રમતા ભણશે કારણ એ એને પોતાની માતાના ગર્ભમાં થી જાણે છે અને સમજે છે. અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળક ને જો ઠોકર વાગે તો એ "ઓ મા" કે "ઓ બાપ" પોતાની ભાષામાં જ બોલશે. બધી જગ્યાએ અંગ્રેજી કામ નથી આવતું. અંગ્રેજી ભાષા એ ફક્ત અને ફક્ત આપણા જીવન જરૂરિયાતની ભાષા છે આપણા મૂળીયા તો આપણી માતૃભાષામાં જ દટાયા છે.
આપણી ગુજરાતી ભાષાની મીઠાશ તો જુઓ ધરતીને માતા કહીએ છીએ, સુરજદાદા, ચાંદામામા, શંકર દાદા.. બ્રહ્માંડના સર્વ સાથે કોઈ ને કોઈ નાતો જોડાયેલો છે કેવું મીઠું લાગે બોલતા અને સાંભળતા. અંગ્રેજીમાં મુન અને સન એમાં શું સમજાય? એમાં કોઈ સંવેદના જ નથી. આપણી કરુણતા તો જુઓ આપણા સંતાનોને હેરી પોર્ટર ના પાત્રો ખબર છે. હોલીવુડ ની મુવી ના હીરો-હીરોઇન ખબર છે,ઇંગલિશ સોંગ આવડે છે જેમાં કોઈ વેદના કે કોઈ સંવેદના હોય તો પણ આપણ ને એમાં કંઈ સમજાતું જ નથી. આપણા ગુજરાતી ગીતો સાંભળે તો કલેજે ઠંડક વળે. એમાં જે પ્રેમ, વિરહ આવે એ બધામાં જાણે આપણે પોતે અનુભવતા હોય એવુ લાગે. ગુજરાતી ભાષામાં જે સિદ્ધહસ્ત કવિઓ - લેખકો છે, એમણે લખેલા સાહિત્ય કોણ વાંચશે? કેટલું વાંચવા જેવું છે આપણી પાસે. આપણે ગુજરાતીની એક નવલકથા વાંચીએ એમાંથી બધા જ રસોનું પાન થઈ જતું હોય છે આપણે લેખક સાથે શરુઆતથી અંત સુધી સફર કરીએ છીએ. પહેલા આપણે જાતે વાંચવાની ટેવ પાડીએ. પછી એમાં આવતી વાતો ઉંમર પ્રમાણે પોતાના સંતાનોને કહીયે, એને સમજાય એ રીતે. એમાં એને રસ પડે એ રીતે સમજાવીએ તો એ પણ ગુજરાતી સાહિત્ય વાંચવા પ્રેરાશે. ભલે એને ગુજરાતી લખતાં આવડતું ન હોય પણ થોડું થોડું વાચતાં તો આવડશેજ કારણ એ જ એના લોહીમાં છે. એ હાથમાં પુસ્તક લેશે અને લખેલી લાઈનો ઉકેલવાની કોશિશ તો કરશે જ. આગળ આપણે મદદ કરી દઈશુ. આપણું ભવિષ્ય આપણા હાથમાં. નવા વર્ષમાં નવા સંકલ્પો કરી આપણી સંસ્કૃતિનું જતન કરીએ.

-કુંજદીપ
- કિંજલ દિપેશ પંડ્યા

Gujarati Thought by Kinjal Dipesh Pandya : 111321148
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now