🙏🌹શ્રી ગણેશાય નમઃ 🌹🙏
સાહિત્ય સંગ્રહ સ્પર્ધા
તા-3/1/2020
*********************
વિષય :કુંજલ
નિર્ણાયક:નમ્રતા જોશી ઓઝા
***********************
આજના દીર્ઘ રચનાના વિજેતાઓ..💐
4⃣ચતુર્થ નંબર
👉📗 *સાહિત્ય સંગ્રહ✒️સ્પર્ધા*
➖➖➖➖➖➖➖➖
કુંજલ
આવજો પણ કહ્યા વિના,
કુંજલ તમે ચાલ્યા ગયા.
ગયાં જ્યાં તમો આવજો ન કહેવાય,
એટલે જ આવજો કહ્યા વિણ
ચાલ્યાં ગયાં.
એટલે જ ઇશ્વરે આવજો કહેવાની તક ન આપી.
અમને સહુને સુના મૂકી ચાલ્યા ગયા.
અમી ઝરતી આંખડી મિંચાઈ ગઈ.
કાયમના રહી ગયા તરસ્યા અમો.
કલરવ કરતી કુંજ હાથતાળી દઈ ગઈ.
ક્યારેય ન સાંભળવા મળે એ કલરવ.
કલરવ ની મીઠી ગુંજ પ્રભુ ને સભળાવશે.
પ્રભુ પ્રેમથી રાખજો અમ કુંજલને,
હવે એ તારા ભરોસે.
અમ સહુની પૂરજો એટલી આશ.
પ્રાર્થના કરીએ તને અમો સહુ.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બીલીમોરા.
તારીખ-૬-૧-૨૦૨૦.
🔅🔅🔅🔅🔅🔅🔅🔅
કુંજલ એક ઉત્તમ સાહિત્યકાર સાથે શ્રેષ્ઠ વ્યક્તિત્વ ધરાવતા હતા.તે પોતે પ્રત્યક્ષ ના હોવા છતાં સર્વ માટે તેનું વ્યક્તિત્વ પરોક્ષ રીતે પ્રેરણારૂપ બની રહેશે.
સૌ સાહિત્યકારો એ તેમને શ્રદ્ધાંજલી રૂપે સરસ રચનાઓ લખી.મારા વિચારો અનુસાર પરિણામ આપવાનો મારો પ્રયાસ છે ભૂલ હોય તો ક્ષમા ચહુ છું.🙏