Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મકર સંક્રાતિએ જે જાતકનુ કુદરતી મૃત્યુ થાય મોક્ષ, જાણો ધાર્મિક મહત્વ

મકર સંક્રાતિ આ વખતે 15 જાન્યુઆરીએ મનાવવામાં આવશે. ધર્મ અને જ્યોતિષની દૃષ્ટીએ મકર સંક્રાતિ પર્વનું ખુબજ મહત્વ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર રાશિમાં સૂર્યનું ગોચર થાય છે તેને મકર સંક્રાતિ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણ થાય તેને મકર સંક્રાતિ કહેવામાં આવે છે.

સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશિ માંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે. ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે. મકર સંક્રાતિને શુભ મુહુર્ત માનવામાં આવે છે, આથી મકર સંક્રાતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા મકર સંક્રાતિને પણ રાષ્ટ્રીય તહેવારોમાં ગણવામાં આવ્યો છે.
પૃથ્વી સાડા 23 ડિગ્રી અક્ષ પર નમેલી હોવાથી સૂર્યની પરિક્રમા કરે છે ત્યારે વર્ષમાં 4 સ્થિતિઓ એવી હોય છે જ્યારે સૂર્યનાં સીધાં કિરણો 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરના રોજ વિષુવૃત રેખા, 21 જૂનના રોજ કર્ક રેખા અને 22 ડિસેમ્બરના રોજ મકર રેખા પર પડે છે. હકીકતમાં ચન્દ્રમાંના પથને 27 નક્ષત્રોમાં વહેંચવામાં આવ્યુ છે. જ્યારે કે સૂર્યના પથને 12 રાશિઓમાં વહેચવામાં આવ્યુ છે. ભારતીય જ્યોતિષમાં આ 4 સ્થિતિઓને 12 સંક્રાતિઓમાં વહેંચવામાં આવી છે જેમાથી 4 સંક્રાતિઓ મહત્વપૂર્ણ હોય છે. મેષ, તુલા, કર્ક અને મકર સંક્રાંતિ.
મળ માસની સમાપ્તિ થાય છે

કહેવાય છે કે આ દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિદેવ પ્રત્યે ગુસ્સો ત્યજીને તેમના ઘરે આવી ગયા હતા. આથી આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન, દાન, પૂજા વગેરે કરવાથી પુણ્ય હજાર ગણુ થઈ જાય છે. આ દિવસે ગંગાસાગરમાં મેળો ભરાય છે. આ દિવસથી મળમાસ પણ સમાપ્ત થઈ જાય છે શુભ મહિનો શરૂ થઈ જાય છે જેથી લોકો દાન-પુણ્યથી સારી શરૂઆત કરે છે. આ દિવસ સુખ અને સમૃદ્ધિનો ગણાય છે.

ઉત્તરાયણનુ મહત્વ

ભગવાન શ્રીકૃષ્ણએ પણ ઉત્તરાયણનુ મહત્વ દર્શાવતા ગીતામાં કહ્યુ છે કે ઉત્તરાયણના 6 મહિનાના શુભ કાળમાં જ્યારે સૂર્યદેવ ઉત્તરાયણ થાય છે અને પૃથ્વી પ્રકાશમય રહે છે તો આ પ્રકાશમાં શરીરનો પરિત્યાગ કરવાથી વ્યક્તિનો પુનર્જન્મ થતો નથી. આવા લોકો બ્રહ્મને પ્રાપ્ત કરે છે. આ જ કારણ હતુ કે ભીષ્મ પિતામહે શરીર ત્યાં સુધી ત્યજ્યુ નહોતુ જ્યા સુધી સૂર્ય ઉત્તરાયણ નહોતાં થઈ ગયા.

હિન્દુ ધર્મશાસ્ત્રો મુજબ મકર સંક્રાતિથી દેવતાઓનો દિવસ શરૂ થાય છે. જે અષાઢ મહિના સુધી રહે છે. મહાભારત કાળમાં ભીષ્મ પિતામહે પોતાનો દેહ ત્યાગવા માટે મકર સંક્રતિના દિવસની જ પસંદગી કરી હતી.આમ આ દિવસે જો કોઈ પણ મનુષ્યનુ કુદરતી મૃત્યુ થાય તો તે સીધો મોક્ષની ગતિને પામે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111318984
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now