Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ રીતે જાણો શનિની સાડાસાતી તમારા માટે શુભ છે કે અશુભ

સામાન્ય રીતે શનિ મહારાજનું નામ સાંભળતા જ લોકો ગભરાવા લાગે છે. પણ ખરા અર્થમાં જોવા જાવ તો શનિ મહારાજ દરેક લોકો માટે અશુભ ફળ લાવતા નથી. શનિને મંગળકારી પણ માનવામાં આવે છે. કેમકે તે ન્યાયના દેવતા છે. નવગ્રહોમાં શનિ મહારાજ એક માત્ર એવા દેવ છે જે તમામ પ્રત્યે સમભાવ રાખે છે. અને કર્મો અનુસાર ફળ આપે છે.

તેમના ન્યાયથી ભગવાન શિવ શંકર પણ બચી શક્યા નથી. જો તમે સારા કર્મો કર્યા હશે તો તમારે ડરવાની જરૂર જ નથી પણ હા જો તમે ખરાબ કર્મ કર્યા હશે તો સમજો શનિ દેવ તમને છોડશે નહી. શનિ દેવ તમારા માટે શુભ છે કે નહી આ રીતે જાણી લો.

નખ પરથી જાણી લો શનિ દેવ શુભ છે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિનો પ્રભાવ શરીરમાં હાડકાઓ પર પડે છે. જેમની કુંડળીમાં શનિ દેવ શુભ સ્થિતિમાં હોય તેમના નખ ખુબજ મજબુત હોય છે. વાળ અને નખ મજબુત હોવા શનિ દેવની કૃપાનું ફળ ગણી શકાય.

બદલાય જાય છે વાતચીત કરવાની રીતભાત

શનિ તમારો શુભ હોય તો વાતચીત પર પ્રભુત્વ જોઈ શકાય છે. વાણી પર તમારો ગજબનો કાબૂ હોય છે. તમે જે બોલશો સ્પષ્ટ હશે. તમને સત્ય પ્રિય હશે અને તમે ક્યારેય જૂઠનો સહારો નહી લો.

જમવાની રીત-ભાત

જે લોકો પર શનિનો શુભ પ્રભાવ હોય અને જેમને શનિનું ગોચર શુભ ફળ આપનાર હોય તેઓ સાત્વિક ભોજન લેતા હોય છે. તમને કેવા ભોજનની રૂચી છે તેના પરથી જાણી શકાય કે તમારો શનિ નબળો છે કે પ્રબળ.
શનિ પ્રાચીનતાનો પ્રતિક માનવામાં આવે છે. શનિના શુભ હોવાથી મનુષ્ય તેમની દિશામાં આધ્યાત્મિક વિચારો કરે છે. વિષયોને ગંભીરતાથી સમજી શકે છે. ઈતિહાસ અને પુરાણોમાં રસ રૂચિ લે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111318318
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now