Gujarati Quote in Poem by Armin Dutia Motashaw

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઓ પ્યારા બાળક,

વગર વિચાર્યું પગલું એક,
નોતરે મુસીબતો અનેક.

ધરમ ને કારણ, કરજે તું અગત્ય કામ એક;

વડવાઓ ની જેમ જાળવજે પારસીઓ ની ટેક

સદા જાળવજે તારો જુસ્સો અને કરજે ભલાઈ ના કામ અનેક;

હમત, હુખત, હુવરેશ્ત થી, હર કર્મ કરજે નેક.

નિભાવવી પડશે આપરે આપરી જવાબદારી પ્રત્યેક

આજે કોમ નો થયો છે આવો હાલ બુરો, સાવ ખરાબ,

શું આપશું અાપરે આપણા વડવાઓ ને જવાબ ?

કારણ, અાપરે દીન કરતાં, સદા જોયો સ્વ નો લાભ.

આજે આપણી આં વૃત્તિ જોઈ, રડે છે આભ

ચાલો વિચારીએ આપણા અસ્તિત્વ ને માટે; છોડી સ્વ નો લાભ

આપજો અમને સાથ અને આશિષ, આસમાન, આફતાબ, માહતાભ.

Armin Dutia Motashaw

Gujarati Poem by Armin Dutia Motashaw : 111318032
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now