🙏🌹શ્રી ગણેશાય નમઃ🌹🙏
*************************
સાહિત્ય સંગ્રહ સ્પર્ધા
તા-2/1/2020
*********************
વિષય :રુદન
નિર્ણાયક :નમ્રતા જોશી ઓઝા
***********************
આજના વિજેતા
👉📗સાહિત્ય સંગ્રહ ✒સ્પર્ધા
➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖
🔅🔅🔅🔅🔅🔅🔅🔅
વાર્તા ના વિજેતાઓ💐
દ્વિતીય નંબર
રૂદન
એક દીકરીની માતા રીના બીજી વખત ગર્ભવતી બની અને રીનાની મુશ્કેલી શરુ થઇ.ઘરમા, બીજી દીકરી હોય તો ગર્ભપાત કરાવવાની ચર્ચા શરૂ થઈ ગઈ.રીનાનો પોતાના જ સંતાન ને જન્મ આપતા પહેલાં જ મોત ને ઘાટ ઉતારવા સામે સખત વિરોધ.ગર્ભ પરીક્ષણ માટે તૈયાર ન જ થઈ.પૂરા મહિને રીનાએ દીકરી ને જન્મ આપ્યો, પરંતુ દીકરીના રૂદન નો અવાજ ન આવ્યો.ડોક્ટર ની સખત મહેનત છતાં દીકરી નું રૂદન ન જ સંભળાયું.અંતે ડોક્ટરે જણાવી દીધું,માત્ર પાંચ મિનિટ જેટલો જ સમય છે ત્યાં સુધીમાં દીકરી ન રડે તો એની જીંદગી માટે હાથ ધોઈ નાંખવા પડે.આ સાંભળતા જ રીનાએ દીકરીને ડોક્ટર પાસેથી લઇ છાતી સરસી ચાંપી ને રોકી રાખેલાં અશ્રુ વહી નીકળ્યાં. આંસુ નું એક ટીપું દીકરી પર પડતાં જ દીકરી નાં રૂદનથી લેબર રૂમ ગુંજી ઉઠ્યો.દીકરી નું રૂદન સાંભળી રીના મલકી ઉઠી.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બીલીમોરા.
તારીખ-૨-૧-૨૦૨૦