ઘરે ઘર જઇને આજે, હું સૌને સમજાવુ છુ.
રોજગાર છે વાતો ખાલી, હું તો દેશ બચાવુ છુ.
ગેંસ ની બોટલ મોઘી હોય કે, દુધ ના રૂપીયે હોળી.
ગલી ગલી માં લાઇનો ફાટે, પરજા છે સાવ ભોળી.
ગંદકી મચ્છર ડેંગુ હોય કે, ડોક્ટર નો હોય દુષ્કાળ.
વાત નકામી છોળી સૌને, હિન્દુ મુસ્લીમ સમજાવુ છુ.
એક કુટંબ દર પંદર દિવસે, ગામની લે છે વિદાઇ,
પણ સીએેએ થી છે દેશ સુરક્ષીત, એ હું સૌને સમજાવુ છું.
રાષ્ટ્રવાદના નારા ગાતો, ગાંવ શહેર હું ફરતો.
ગલી મોહલ્લે સીસીરોડ નો, કાંકરે કાંકરો રમતો.
સીટીબસ નો ગુંદર પાક, તમને હવે નથી ગમતો.
તો બુલેટ ટ્રેન નો મોહનથાળ, હું તોજો લઇને ફરતો.