તું કહે એ હમેંશ તો હું માનું
બનાવ હવે તો ભજીયા જાનુ.
શિયાળો હોય ઠંડોગાર અને
આમ થોડો છાનામાનો તાપુ.
આવ્યા સમાચાર આ આપણા
ચાલ વાંચી લઇએ આ છાપુ.
તું આમ ઝરુખે હોય નહીં ને
થોડી હું આ તારી ગલી માપુ.
મંઝિલ ભલે આમ તો સામે હોય
પણ વિના સંગ કાંય રસ્તો કાપુ ?
ને તું માને કે ન માને પણ હું માનું
આ દિલ જાનુ હવે કોઇને ન આપુ.