મને તલાશ છે
સુજાતા ગોવાલણીની
જેણે ગૌતમને ક્ષીરપાન કરાવેલું
જાણે. ગૌતમનું કાયાકલ્પ. કરેલું
ક્ષુધાથી વિચલિત રાજકુમારને. જોઇ
સુજાતાએ ભૂખનું નિવારણ કરી આપ્યું
ને તરત જ. ગૌતમને કેવલજ્ઞાન લાધ્યું
સુજાતા. બિચારી બની ગઇ પાયાનો પથ્થર
ઇતિહાસે એને હાંસિયામાં ધકેલી
બુધ્ધની વાહ વાહ સહુએ કરેલી.