મારા સુતેલા ભાગ્યને જગાડો, ફેંગશૂઇ ચમકાવશે કિસ્મત
ફેંગશૂઈ ચીનની એક વિદ્યા છે, જે માનવકલ્યાણ માટે છે. ફેંગશૂઈના ઉપયોગથી આપણે આપણા ઘરને સામંજસ્યપૂર્ણ બનાવીને સ્વયંને પહેલાંથી વધારે પ્રસન્ન, સ્વસ્થ તથા જીવનની પ્રત્યેક ક્ષણને વધારે સફળ બનાવી શકીએ છીએ. કેટલીક વસ્તુઓ આ પ્રમાણે છે.
વાંસળી
બીમના પ્રભાવને ઓછો કરવા માટે વાંસળીઓ પર લાલ રિબિન લપેટીને બીમ સાથે એવી રીતે લટકાવવામાં આવે છે કે જેથી વાંસળીનું મુખ નીચેની તરફ રહે અને પરસ્પર ત્રિકોણ બનાવે.
બેવડી ખુશી સંકેત
આ ચિહ્નને ઘરના દક્ષિણ-પિૃમમાં લગાવવાથી ઘરમાં ખુશીઓના અવસર વધે છે તથા વિવાહ યોગ્ય છોકરા-છોકરીનાં લગ્ન જલદી થઈ જાય છે.
રત્નોનો છોડ
રત્નોના છોડને જેમ ટ્રી પણ કહે છે. ઘરમાં સુખ, શાંતિ તથા ધનને વધારવા માટે તેને ઘરમાં લગાવવામાં આવે છે. લીલા રંગનો છોડ ઉત્તર દિશામાં તથા મિશ્રિત રંગોનો છોડ દક્ષિણ-પશ્ચિમ દિશામાં લગાવવો જોઈએ.
ઝુમ્મર (ચી)
ઘરની-દક્ષિણ-પશ્ચિમ દિશા પૃથ્વી તત્વ સાથે સંબંધ ધરાવે છે. તે વિવાહ તથા પરસ્પરના સંબંધ સાથે જોડાયેલ છે. દરરોજ સાંજના સમયે બે કલાક ચાલુ રાખવાથી પરિવારના સભ્યોમાં હળવા-મળવાની ભાવના પ્રબળ બને છે. સાથે-સાથે અવિવાહિત વ્યક્તિઓના વિવાહ થવાની સંભાવનાઓ વધી જાય છે.
ડ્રેગન
ડ્રેગન ઉત્તમ યોગ ઊર્જાનું પ્રતીક છે. તેનો સંબંધ પૂર્વ દિશા સાથે જોડાયેલો છે. આ દિશાનું તત્વ કાષ્ટ (લાકડું) છે. આથી લાકડાની નકશીવાળો ડ્રેગન સારો રહે છે. તમે માટી અને સ્ફટિકથી બનેલો ડ્રેગન પણ રાખી શકો છો, પરંતુ ધાતુનો ક્યારેય ન રાખશો, કારણ કે પૂર્વ દિશામાં ધાતુ લાકડાને નષ્ટ કરી નાંખે છે.
ડ્રેગન ઉત્તમ યોગ ઊર્જાનું પ્રતીક હોવાને કારણે દુકાન, હોટેલ-રેસ્ટોરાં, ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ જ્યાં આ ઊર્જાની વધારે આવશ્યકતા હોય છે, લોકોના આવવા-જવાનું વધારે રહે છે ત્યાં પણ પૂર્વ દિશામાં ચિત્ર રાખવું બહુ સારું રહે છે. તેને શયનખંડમાં ન રાખશો, કારણ કે ત્યાં યોગ ઊર્જાની જરૂર હોતી નથી.