Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Vastu And Jyotish Measure Of Ctystel Stone

જીવન સકારાત્મક બનાવી સફળતા મેળવવી હોય તો રોજ આ વસ્તુનો કરો ઉપયોગ

દુ:ખના દિવસો દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેક ને ક્યારેક આવતા જ હોય છે, જોકે તે દુ:ખ આપોઆપ દૂર થતાં નથી, તેને દૂર કરવા માટેના પ્રયત્નો કરવા પડે છે. તેના માટે તમે જ્યોતિષશાસ્ત્રમાં વર્ણિત કેટલીક શુભ વસ્તુઓનો પ્રયોગ કરી શકો છો. જ્યોતિષશાસ્ત્રમાં અને વાસ્તુશાસ્ત્રમાં ક્રિસ્ટલ ખૂબ જ ચમત્કારીક વસ્તુ માનવામાં આવે છે જે એક પ્રકારે રત્નની કેટેગરીમાં રાખી શકાય છે. જ્યોતિષીય ઉપાયો કરવા માટે ક્રિસ્ટલનો વિવિધ રીતે ઉપયોગ કરવામાં આવે તો ચમત્કારીક પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. આજે અમે ક્રિસ્ટલના જુદા-જુદા ઉપયોગ જણાવીશું.

સ્ફટિકની માળા-

-સ્ફટિક એક ઉપરત્ન જ છે તેને ક્રિસ્ટલના નામે પણ ઓળખવામાં આવે છે. તેની સૌથી મોટી ખૂબી એ છે કે તે પહેરનાર કોઈ પણ સ્ત્રી-પુરુષ એકદમ સ્વસ્થ રહે છે. તે ધારણ કરનારનું ભૂત-પ્રેત, નજરદોષ કે ખરાબ બાધાઓથી રક્ષણ કરે છે.

-સ્ફટિકના શિવલિંગની પૂજા-અર્ચના કરવાથી ધન-સંપત્તિ, ખુશહાલી અને બીમારી સામે રક્ષણ મળે છે તથા સકારાત્મક ઊર્જા પણ પ્રાપ્ત થાય છે.

-રુદ્રાક્ષ અને પરવાળા સાથે પરોવીને બનાવવામાં આવેલું સ્ફટિકનું બ્રેસલેટ પહેરવાથી કોઈ પણ પ્રકારનો ભય કે ડર રહેતો નથી. આવી વ્યક્તિના વિચારો સકારાત્મક અને તેજ બને છે. તેનું મન ભટકતું નથી અને એકાગ્રતા સાધી શકે છે.

સ્ફટિંગનું શ્રીયંત્રઃ-

-સ્ફટિક શ્રીયંત્રને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આવું યંત્ર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એટલે કે ત્રિમૂર્તિ સ્વરૂપ છે. સ્ફટિક શ્રીયંત્રના પૂજનથી ગરીબી દૂર થાય છે અને ઉત્તરોત્તર ધનલાભ થાય છે. આ યંત્ર ઘરની નકારાત્મક ઊર્જા દૂર કરીને સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે.
-જો તમારાં સંતાનો ભણવામાં નબળાં હોય, મન ન લાગતું હોય કે એકાગ્રતા ન સાધી શકતાં હોય તો તેમના રૂમ કે સ્ટડી ટેબલ પર સ્ફટિકનો પિરામિડ મૂકવો જોઈએ. તેનાથી અણધાર્યો ફાયદો થશે અને બાળકનું મન ભણવામાં લાગશે.

-સ્ફટિકની માળા ગળામાં ધારણ કરવામાં આવે તો શરીરની ખરાબ ઊર્જાનો નાશ થાય છે અને આભામાં વૃદ્ધિ થાય છે.

સ્ફટિંગના જાપથી લક્ષ્મીને કરો પ્રસન્ન-

-સ્ફટિકની માળાથી લક્ષ્મીજીના મંત્રોનો જાપ કરવામાં આવે તો ટૂંકા ગાળામાં ધનવાન થવાય છે.

-સ્ફટિકની માળા ધારણ કરવામાં આવે તો ત્રિવિધ લાભ થાય છે. વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે અને માનસિક સ્થિરતા આવે છે.

IF NEED ORIGINAL SELF MADE MERCURY ITEM PLEASE CONTACT ORDER ASEPCTEDપારાનું શિવલિંગ-

-પારાને બાંધી તેનું શિવલિંગ બનાવીને પૂજામાં રાખી તેના ઉપર અભિષેક કરવાથી મહાભય તથા ગમે તેવાં કષ્ટોમાંથી આબાદ રક્ષણ થાય છે. ઘરમાં કોઈ પણ જાતની મુશ્કેલી આવી પડતી નથી. ભય આવી પડતો નથી.

-શિવતાંડવ સ્તોત્ર વડે પારદ શિવલિંગની પૂજા-અર્ચના કરવા માત્રથી દરેક દિશામાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

-પારાની ગોળી બનાવી ગળામાં ધારણ કરવાથી ગંભીર રોગમાંથી મુક્તિ મળે છે અને આત્મબળ વધે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111315195
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now