જીવન દર્શન
આ મહેલ રચ્યો ફાંકડો રે મિતવા!
વસીએ આપણ બંને મિતવા,
જાદુઈ ઝરૂખો એનો આંખ રે મિતવા,
અજબ બહાર જોઉં રે મિતવા!
બળબળતા બપોર રે મિતવા
ઠંડીગાર પરસાળ રે મિતવા,
ધુંઆધાર બૌછાર રે મિતવા!
આકાશ ઝાકઝમાળ રે મિતવા,
માણેકઠારી પુનમ રે મિતવા,
કાળી અમાસ અંધાર રે મિતવા!
કોયલ ના ટહુકાર રે મિતવા,
ભોરિંગ ભયંકર ફુંફવે રે મિતવા!
શ્વાન ભસે ભેંકાર રે મિતવા
ચટકે ચાખડી ભગવે રે મિતવા,
શ્વેતાંબર લહેરાય રે મિતવા
અહાલેક નો લલકાર રે મિતવા !
ટોડલે મરકે દીપ રે મિતવા,
વડલે ફળતા માળા રે મિતવા,
મંદિર ઝાલર ઝણકાર રે મિતવા!
ખેલ ને મહેલ તારા રે મિતવા,
તું જૂનો જોગંદર રે મિતવા
રમત નવી અમારે રે મિતવા!
આ પાર ઘડી,ઓ પાર રે મિતવા.
-- વર્ષા શાહ (સ્વરચિત)