જે. નજર. અમરત. ભરેલી. હોય. છે
એ નજર ખુદાનેય. ગમતી. હોય છે
જે દિલમાં પ્રેમની સરવાણી વહેતી હોય છે
એને કયાં કદી લાગણીની કમી. હોય છે?
માનવતાની મહેંક હોય જેના મન મહી
એની હાજરી ઇશ્વર સમી હોય છે
નાંખી. રાખજે. નજર તું શમા. ભણી
સળગવાની પીડા તો વાટ ખમતી હોય છે
આપનારને કદી અકકડતા ન. પાલવેત
એટલે તો ફૂલ ફળ લચેલી શાખ નમતી હોય છે