Gujarati Quote in Motivational by Chaitanya Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જેમતેમ વીતેલાં વર્ષોમાં પણ ગણાય ગઈ જિંદગી.
શરીરની રગેરગમાં જાણે કે એ વણાઈ ગઈ જિંદગી.

પચાસ સુધી તો કેમ જીવવું એ શીખવાનું હોય છે,
પણ એ પહેલાં તો રોગભરડે ભરખાઈ ગઈ જિંદગી.

કેમ કહું તમને હું દિલદાસ્તાન અંતર ભડકે બળેને,
હતી હજુ તો વસંતને કેવી એ કરમાઈ ગઈ જિંદગી.

વય અડધી તો ભણવાને કમાવામાં વીતાવી દીધેલી,
બાકીની દાક્તરોના બીલમાં ખરચાઈ ગઈ જિંદગી.

હતી મારેય તમન્ના જીવવાની એકદા માનવસમુંને,
રહી આશાકિતાબ અધૂરીને વપરાઈ ગઈ જિંદગી.

ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.

Gujarati Motivational by Chaitanya Joshi : 111314819
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now