લગ્નની પહેલી રાત્રે પતિ અને પત્નીએ નક્કી કર્યુ કે આજે કોઈના પણ માટે દરવાજા ખોલવા નહિ.તે જ દિવસે પતિના માતાપિતા આવ્યા અને દરવાજો ખટખટાવ્યો પતિ પત્ની દરવાજા પાછળ ઉભા રહ્યા પતિએ દરવાજો ખોલી નાખવા વિચાર્યું પણ શર્તને લઇને તે ચુપ રહયા.માતાપિતા ઉદાસ હૃદયે જતા રહ્યા થોડીવાર પછી પત્નીના માતાપિતા આવ્યા આ વખતે પણ દરવાજા પાછળ ઉભા રહેલા બનેમાંથી પત્નીથી ના રેહવાયું અને આંખમાં આંસુ સાથે દરવાજા ખોલી નાખ્યા.પતિ કશું બોલ્યો નહિ !થોડા વર્ષો વીતી ગયા આ પછી તેઓને બે પુત્ર થયા અને બાદમાં ત્રીજી વખત પુત્રી નો જન્મ થયો.આ વખતે પતિએ ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું. તે રાત્રે પત્નીએ પતિને પૂછ્યું કે પેહલા બે દીકરા વખતે નહી ને દીકરી વખતે કેમ? પતિએ હસીને જવાબ આપ્યો કે આ એ પરી છે કે જયારે પણ હું તેના દરવાજે જઈને ઉભો રહીશ તો મારી દીકરી મારા માટે દરવાજો ખોલશે !દીકરીઓ હમેશા સ્પેશીયલ હોય છે.એટલે જ તો કેહવાય છે દીકરી વ્હાલનો દરિયો....