Religion And Jyotish Know About Mahalaxmi Happyness
દૂધ-દહીં સાથે જોડાયેલી આ વાતોનું ધ્યાન રાખજો, નહીં તો લક્ષ્મી થશે નારાજ
પૈસા કે ધન આજે બધાની સૌથી મોટી જરૂરીયાત બની ગઈ છે. તેની પ્રાપ્તિ માટે ઘણાં પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે. પછી પણ ઘણાં લોકોની સાથે એવું થાય છે કે વધારે મહેનત પછી પણ તેને જરૂરીયાત પૂરતાં પણ પૈસા નથી મળી શકતાં. કેટલાક લોકોની આવક તો વધારે સારી હોય છે, પણ બચત નથી થઈ શકતી. જ્યોતિષ અને શાસ્ત્રો અનુસાર એવું થવાની પાછળ ઘણાં કારણો રહેલા છે. અહીં જાણો મહાલક્ષ્મી કઈ વાતોથી અપ્રસન્ન થઈ જાય છે...
ધનની પ્રાપ્તિ અને બચત માટે જરૂરી છે કે આપના પર મહાલક્ષ્મી દેવી હંમેશા પ્રસન્ન રહે. મહાલક્ષ્મીની કૃપા વગર કોઈ પણ વ્યક્તિ ધન સંબંધમાં સંતુષ્ટ થઈ શકતા નથી. ધર્મશાસ્ત્રો અનુસાર મહાલક્ષ્મી તે લોકોથી પ્રસન્ન થાય છે, જે આ કામથી દૂર રહે છે.
- સૂર્યોદય પછી સૂતા રહેવું, સૂર્યાસ્તના સમયે સૂવું, દિવસમાં સૂતા રહેનારા લોકોથી માતા લક્ષ્મી અપ્રસન્ન રહે છે. રાતના દહીં તથા દિવસે દૂધનું સેવન કરવાથી લક્ષ્મીનો નાશ થાય છે.
આગળ વાંચો વધુ આ ધ્યાનમાં રાખવાની ખાસ બાબતો....
જે ઘરમાં કે પ્રતિષ્ઠાનમાં ગંદકી કે બદબૂ રહે છે, ત્યાં મહાલક્ષ્મીનો વાસ રહેતો નથી. કોઈ પણ દિવસ વિશેષ કરીને ગુરુવારના વધારે ઊંચા અવાજમાં બોલવા કે લડવાથી પણ પૈસા પાસે રહેતા નથી.
- જે ઘરમાં પતિ-પત્નીમાં ઝગડા થતાં રહેતા હોય ત્યાં મહાલક્ષ્મી કૃપા કરતા નથી.
- જે ઘરમાં રાતના સમયે એંઠવાડા વાસણ રહેતા હોય ત્યાં દેવી લક્ષ્મી નથી રહેતી.
-આ વાતોનું ધ્યાન રાખવાથી ધનની દેવી મહાલક્ષ્મી હંમેશા આપના ઘર પર રોકાણ કરશે અને પૈસાથી જોડાયેલી સમસ્યાઓ આપનાથી દૂર જ રહેશે.
-જે સૂર્યોદય, સૂર્યાસ્ત કે બપોરના સમયે ઊંઘે છે તે લક્ષ્મી તેના ત્યાં નિવાસ નથી કરતી.
- નિર્લજ્જ, નિંદાપ્રિય, મલિન, અસાવધાન, કંકળાટપ્રિય વ્યક્તિનો લક્ષ્મી હંમેશા ત્યાગ કરે છે.
- જેઓ દાંત સાફ નથી રાખતા, સ્નાન નથી કરતા, સ્વચ્છ વસ્ત્ર નથી પહેરતા, લક્ષ્મી તેમનો ત્યાગ કરે છે.
- જે હંમેશા ક્રોધ કરે છે, ઊંચા અવાજે બોલે છે, વધારે ભોજન લે છે, દાન નથી કરતા, લક્ષ્મી તેના ઘરમાં ટકતી નથી.
- જે મળ-મૂત્રનો ત્યાગ કરી તેને નિહાળે, દુર્ગંધ સૂંઘે, તેને ક્યારેય લક્ષ્મીના દર્શન થતા નથી.
- જે પારકા સ્ત્રી-પુરુષમાં આસક્ત હોય, વ્યાભિચારી હોય તે જો અતિ ધનવાન હોય તો પણ નિર્ધન બની જાય છે.
- જે પુત્રીઓની ઉપેક્ષા કરે છે, નિરાશાવાદી છે, નકારાત્મક વિચાર ધરાવે છે, લક્ષ્મી તેનાથી અપ્રસન્ન રહે છે.
- જે નિર્દયી હોય, અન્યોનો માલ પચાવી પાડે, દગો દેનારો હોય, નશાખોર હોય, લક્ષ્મી તેના ઘરમાં રોકાતી નથી.