Gujarati Quote in Motivational by Lucky Savlani

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*સમય કાઢી ખાસ વાંચજો*🙏

*તબિયત છે તો બધુ છે"*

*વૃધ્ધતાના લીધે મોત આવે એ વ્યાજબી પણ બીમારીના લીધે મરવું પડે એ ખોટું.* હું ઈશ્વરને હમેશા એ જ પ્રાર્થના કરું કે 10 વર્ષ ઓછું જિવાડજો પણ ટપક મોત આપી દેજો બસ... કોઈ બીમારી નહીં બસ...

આ બધુ થવાના મુખ્યત્વે 2 કારણ કહી શકાય...
*[1] વધુ પડતો શારીરિક આરામ* અને
*[2] વધુ પડતો માનસિક થાક...* બસ આ 2 બાબતોથી પોતાની જાતને બચાવી લેજો...

કોઈ પણ માટે ક્યારેય ભૂખ્યા, તરસ્યા કામ ના કરતાં... પોતાના બાળકો માટે પણ નહીં... કેમ કે *તમારું શરીર સ્વસ્થ હશે તો જ તમે આગળ જતા બાળકોનું ધ્યાન રાખી શકસો અને એની માથે બોજ બનીને નહીં રહો...* એ નફામાં.

ઈચ્છાઓનો ક્યારેય અંત નથી અને ભાગ્યમાં હશે એ મળી જ રહેશે એટ્લે *મહેનત જરૂર કરવાની પણ ચિંતા હરગિજ નહીં કરવાની...* જીવનમાં પદ, પૈસો, બધુ જ અગત્યનું છે પણ એ બધાથી *પહેલા તમારું શરીર છે...* એને સાચવશો તો તમારું જીવન સાર્થક જ છે...

શરીરની સાથે સાથે મન પર કંટ્રોલ રાખતા શીખો કેમ કે બધા ફસાદનું મૂળ તો આ માકડુ મન જ છે ને ?! *મન પ્રફુલ્લિત અને સંતોષી હશે તો શરીર આપમેળે સુડોળ રહેશે જ* અને મન અળવીતરું હશે તો સાથે સાથે શરીરને પણ બગાડશે અને એક વાત યાદ રાખજો કે શરીરનું મૃત્યુ થાય ત્યારે સૌ રડે છે પરંતુ મનનું મૃત્યુ થાય ત્યારે પોતાને જ રડવું પડે છે... એના માટે *સંતોષ રાખવો ખૂબ જ જરૂરી છે...* વધુ પડતી અપેક્ષા કે મોટા સપના ના રાખો અને જે છે એમાં સંતુષ્ટ રહો તો કદાચ તમે આસમાનની ઊંચાઈ ભલે ના મેળવી શકો પણ *સુખી સંસાર જરૂર મેળવી શકશો...*

એક રાજા પોતાના સૈનિકોની સ્થિતિ કેવી છે એ જાણવા નીકળ્યો તો એને એક વૃધ્ધ સૈનિક ઠંડીમાં થોડો બેચેન હોય એવો દેખાણો તો એની પાસે જઇને પૂછ્યું કે... ઠંડી લાગે છે ? તો પેલા સૈનિકે કહ્યું કે લાગે તો છે પણ વર્ષોથી આદત છે તો તકલીફ નથી પડતી... તો રાજા એ કહ્યું કે કાલે તમારા માટે ગરમ કપડાં મોકલી આપીશ જેથી રાહત રહેશે... રાજા આ વચન આપીને ચાલ્યા ગયા અને પછી ભૂલી ગયા... 6 દિવસ પછી પેલો સૈનિક ઠંડીના કારણે મૃત્યુ પામ્યો અને રાજાને એક પત્ર લખતો ગયો કે વર્ષોથી આ જ કપડાંમાં ફરજ નિભાવતા હતા અને ઠંડી સહન કરી લેતા હતા... પણ તમે આવીને ગરમ કપડાંની આશા આપતા ગયા અને અમારું મન નબળું કરતાં ગયા... અને તમારા એ વાયદા એ મારો જીવ લઈ લીધો...

મિત્રો, *જીવનમાં આશા, સપના અને અપેક્ષાનો ઓવરડોઝ ક્યારેય ના થાવા દેવો...* કોઈ પણ વ્યક્તિ કે વિચારનો સહારો ના રાખવો... *સહારો હમેશા માણસને કમજોર જ બનાવે છે...*

*"ખુદ ગબ્બર " બનીને જીવો...* પોતાની તાકાત, પોતાની સહનશક્તિ, પોતાની ખૂબી પર ભરોસો રાખીને જીવો તો ક્યારેય માંદગી નહીં આવે...

વર્તમાન આર્થિક તંગીમાં અકળાઈ જવાને બદલે આ સમય તમને ઘણું શીખવાડી રહ્યો છે એ શીખો અને દરેક પાસે મોટી અને અમૂલ્ય સંપત્તિ જો કોઈ હોય તો એ સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન છે, ને આ બંનેની જાળવણી તમે ખુદ જ કરી શકો છો, અન્ય કોઈ ચાહે તો પણ નહીં.
નવા વર્ષ ની શરૂઆત નવી સારી આદત થી કરીએ....💐💐💐

Gujarati Motivational by Lucky Savlani : 111313662
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now