કઈ તિથિ, નક્ષત્ર અને દિવસે કરવો જોઇએ નવા ઘરમાં પ્રવેશ, કઈં વાતોનું રાખવું જોઇએ ખાસ ધ્યાન?
હિંદુ ધર્મમાં દરેક શુભ કામ મુહૂર્ત જોઇને કરવામાં આવે છે. ગૃહ પ્રવેશ કરતી વખતે પણ આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે ગૃહ પ્રવેશ વખતે મુહૂર્તમાં નક્ષત્ર, તિથિ, વાર અને લગ્ન પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. આ ચાર બાબતો પર ધ્યાન આપવાથી ગૃહ પ્રવેશ માટેનું મુહૂર્ત સરળતાથી કાઢી શકાય છે. જાણો ગૃહ પ્રવેશ માટેનાં શુભ નક્ષત્ર, તિથિ, વાર અને લગ્ન....
શુભ નક્ષત્ર: ઉત્તરા ફાલ્ગુની, ઉત્તરાષાઢા, ઉત્તરા ભાદ્રપદ, રોહિણી, મૃગશિરા, ચિત્રા, અનુરાધા અને રેવતી નક્ષત્ર ગૃહ પ્રવેશ માટે શુભ છે.
શુભ તિથિ: શુક્લ પક્ષની બીજ, ત્રીજ, પાંચમ, છઢ, સાતમ, દશમ, એકદશી અને તેરસ ગૃહ પ્રવેશ માટે શુભ ગણાય છે.
શુભ વાર: ગૃહ પ્રવેશ માટે સોમવાર, બુધવાર, ગુરૂવાર અને શુક્રવાર શુભ ગણાય છે.
શુભ લગ્ન: વૃષભ, સિંહ, વૃશ્ચિક અને કુંભ રાશિ લગ્ન ઉત્તમ છે. મિથુન, ધન અને મીન રાશિ લગ્ન મધ્યમ છે. લગ્નેશ બલી, કેંદ્ર-ત્રિકોણમાં શુભ ગ્રહ અને 3, 6, 10 અને 11મા ભાવમાં પાપ ગ્રહ હોવો જોઇએ.
આ વાતોનું પણ રાખો ધ્યાન....
1. રિક્તા તિથિ (ચોથ, નોમ અને ચૌદશ) અને શનિવારે ગૃહપ્રવેશ ન કરવો જોઇએ.
2. ગૃહ પ્રવેશ કરતી વખતે વસ્તુ પૂજન કરાવવું જોઇએ.
3. બ્રાહ્મણો સહિત પરિવારજનો અને મિત્રોને ભોજન કરાવવું જોઇએ.
4. નવા ઘરમાં પ્રવેશ સમયે તુલસીનો છોડ જરૂર વાવવો. તેનાથી શુભ ફળા મળે છે.
5. ઘરના મુખ્ય દરવાજાની આસપાસ ऊं, સ્વસ્તિક જેવાં શુભ ચિન્હો બનાવવાં.
6. શુભ મુહૂર્તમાં પરિવાર સહિત મંગળગાન કરતાંઇકરતાં શંખ વગાડી ઘરમાં ગૃહ પ્રવેશ કરવો જોઇએ.