મળ્યું જે કાંઈ આજે મને મા એ છે આશિષ તારા.
તારી અમીદ્રષ્ટિ હશે અને મા એ છે આશિષ તારા.
ઉપકાર છે અગણિત જન્મોજન્મનો છું મા ૠણી,
કરજ તારું ચૂકવવું ન બને મા એ છે આશિષ તારા.
હૃદયની ભરપૂર લાગણી એ પરમ ભેટ છે મા તારી,
વિવેકી પરાવાણી જબાને મા છે એ આશિષ તારા.
ભક્તિ પરમેશની છે મા જન્મદત વરદાન તારું મને,
ટેવાય મન મારું શનૈઃ શનેઃ મા છે એ આશિષ તારા.
સરળ સ્વભાવને જતું કરવાની હતી મા આદત તારી,
એ વસી જનારી મારા વર્તને મા છે એ આશિષ તારા.
ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.