શનિવારે કરો આ સાત ઉપાય, દુશ્મનોનો થશે નાશ
શનિવારના દિવસે અંજનીના જાયા હનુમાનજીની વિશેષ પૂજા અર્ચના કરવાથી તમામ પ્રકારના દુખોથી બચી શકાય છે. સાથે સાથે હનુમાનજીની કૃપા ઉતરતા તમામ કષ્ટોને નિવારી શકાય છે. આજે તમને એવા ખાસ ઉપાય જણાવીશું જે કરવાથી તમારા શત્રુઓનો નાશ થાય છે. તેમને તમે પરાજીત કરી શકો છો. આ તમામ ઉપાયોને જો શનિવારના દિવસે શ્રદ્ધા પૂર્વક કરવામાં આવે તો તમામ મનોકામના પૂર્ણ થાય છે.
માનસિક અસ્વસ્થ વ્યક્તિ કે લાચાર કે મજબૂર વ્યક્તિની સેવા હનુમાન જયંતી કે પછી કોઈપણ શનિવારે કરવાથી માનસિક તણાવમાંથી મુક્તિ મળશે. વારંવાર આવતા ક્રોધને નિવારી શકાશે. શત્રુઓ પર વિજય મળશે. કામયાબી તમારા કદમોમાં હશે.
કોઈપણ શનિવારે રક્તદાન કરવાથી દુર્ઘટનાઓથી બચી શકાય છે. કહેવાય છે કે આ દિવસે જો કોઈ વ્યક્તિ રક્તદાન કરે તો તેને ક્યારેય દુર્ઘટનાનો સામનો કરવો નથી પડતો. સતત પાંચ શનિવાર સુધી શુદ્ધ ધીમાં સુખડી કે લાડુ બનાવી પ્રસાદ ધરાવવાથી દુશ્મનો પર કાબૂ મળે છે.
વેપાર-ધંધામાં વૃદ્ધિ માટે હનુમાનજીને અડદ ભેળવી સિંદુર લગાવવો તેમજ હનુમાનજીને લંગોય પહેરાવવાથી લાભ થાય છે.કુતરા અને ગાયને રોટલી ખવડાવવી, પશુઓને નિરણ નાખવી પક્ષીઓને ચણ પાણી આપવાથી હનુમાનજીની કૃપા દૃષ્ટી મળી રહે છે. ગરીબને ભોજન કરાવવાથી કે બાળકોને શિક્ષણની સામગ્રી આપવાથી શુભ ફળ મળે છે. આ તમામ ઉપાય ખાસ શનિવારે કરવું જોઈએ.
હનુમાનજીના મંદિરે છત પર લાલ ઝંડો લગાવવાથી આકસ્મિક સંકટોથી મુક્તી મળે છે. તેઝ અને શકિત વધારવા માટે હનુમાન જયંતીના દિવસે હનુમાન ચાલીસા, બજરંગ બાણ, સુંદર કાંડ, રામાયણ, રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવાથી ઈચ્છિત ફળ મળે છે. શનિવારે આ તમામ પાઠ કરવાથી પણ ફાયદો થાય છે.