Gujarati Quote in Motivational by Chaitanya Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જાગ જીવ જગતથી આજ હરિમિલનની વેળા આવી.
રાખશે હરિવર તારી લાજ હરિમિલનની વેળા આવી.

મુલાકાત પરમની થાશે મનભરીને સન્મુખ કેવી ગમતી,
દિવ્યચક્ષુ મળશે એ કાજ હરિ મિલનની વેળા આવી.

પરમકૃપાળુ પરમેશ્વર પયનિધિ હોય જેનો સદા નિવાસ,
સજી લે હરિભજનનાં સાજ હરિ મિલનની વેળા આવી.

નયન થયાં તરસ્યાં ચાતકી પ્રભુ તવ દર્શન કરવા આજ,
ખૂલશે આતમતેજનાં રાઝ હરિ મિલનની વેળા આવી.

અંતરયામી અદભુત અનંત અવિનાશી અબ્ધિવાસી,
મળશે તને એ સહિત સમાજ હરિ મિલનની વેળા આવી.

ફળ્યાં સુકૃત જન્મોજન્મનાંને અવસર મંગલ આવ્યો કેવો..!
મળ્યા મોરમુકુટ શિરતાજ હરિ મિલનની વેળા આવી.

- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.

Gujarati Motivational by Chaitanya Joshi : 111311638
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now