Gujarati Quote in Blog by Niyati Kapadia

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રવિવારની પૂર્તિ વાંચવાની મજા હવે કેટલાક ગમતા કોલમિસ્ટ સુધી જ સીમિત થઈ ગઈ છે, વાર્તાઓમાં કંઈ વધારે મજા નથી આવતી...
એમાંય લવ સ્ટોરીને નામે તો જે મનમાં આવે એ પીરસી દે, સાવ જ મગજ વગરનું!
આજે જ એક વાર્તા વાંચી એમાં સારા ઘરની, એકની એક લાડકવાયી દીકરી જે કોલેજમાં ભણે છે એ પોતાના ખેતરમાં મજૂરી કરતા એક સાવ જંગલી જેવા છોકરાના પ્રેમમાં પાગલ થઇ જાય છે! એ છોકરો પાછો ખાલી ટાઈમ પાસ કરી રહ્યો છે એ પહેલા જ જાણવી દીધું છે લેખક મહોદયે... હવે આગળ શું વાંચવાનું...અધૂરી છોડી!

મને એમ થાય કે આજની કઈ ભણેલી ગણેલી છોકરી કોઈ મજુર જેવા, એનાથી સાવ ઉતરતી કક્ષાના છોકરા સાથે પ્રેમમાં પડવાનું વિચારે? દરેક છોકરીના સપનામાં કોઈ રાજકુમાર જ આવે ક્યાંય સાંભળ્યું કે એનો સપનાનો કુમાર હોટેલમાં વાસણ ધોતો હતો કે શેઠના બગીચામાં માળીનું કામ કરતો, વિચારોમાં તો બધી છોકરીઓને સુટ બુટ પહેરેલો, આલીશાન ઑફિસમાં બેઠેલો અને મોટા બંગલામાં રહેતો, લાંબી ગાડી ફેરવતો છોકરો જ દેખાય એ હકીકત છે જ્યારે વાસ્તવિક જીવનની વાત આવે ત્યારે એ છોકરી એના સ્ટેટ્સ પ્રમાણે ક્યાંક ને ક્યાંક ગોઠવાઈ જાય... હું એમ નથી કહેતી કે નોકર જેવું કામ કરનાર છોકરા ખરાબ છે પણ એમને પસંદ કરનાર છોકરી એમના વર્ગમાંથી આવતી હોય... જે હોટેલમાં એ પોતું મારતો હોય ત્યાંના માલિકની છોકરી એના પ્રેમમાં પડી જાય એવું કોણ વિચારી શકે?

કેટલા સુંદર વિષયો છે આસપાસ પણ એને જોવાની નજર ક્યાંથી લાવવી -- 🙏

Gujarati Blog by Niyati Kapadia : 111311140
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now