Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમે જાણીને થઈ જશો હેરાન, ગોળના આ ટુચકા આપે છે આશ્ચર્યજનક પરિણામ અજમાવી જુઓ

જ્યોતિષશાસ્ત્રમાં જે ઉપાયો અને ટુચકાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે તેનાથી જીવનમાં આવનારા સંકટથી બચી શકાય છે. આવા ઉપાયમાં જે વસ્તુઓનો ઉપયોગ થાય છે તે મોટાભાગે દરેક ઘરના રસોડામાંથી જ મળી જાય તેવી હોય છે. આવી જ એક વસ્તુ છે ગોળ. ગોળ સ્વાસ્થ્ય માટે તો ગુણકારી છે જ પરંતુ તે આવા ટુચકાઓમાં પણ ઉપયોગી છે. તો જાણી લો ગોળના અલગ અલગ ઉપયોગો વિશે અને અજમાવો પછી જુઓ ખુબજ તાત્કાલીક મળી જશે પરિણામ.

મનના ડરને દૂર કરવા

જો તમારા મનમાં અકસ્માત કે ઓપરેશનથી ડર લાગતો હોય તો ત્રાંબાના વાસણમાં ગોળ રાખી હનુમાનજીના મંદિરમાં દાન કરી દેવું. ત્યારબાદ ધૂપ અને દીવો કરી હનુમાન ચાલીસાના પાઠ કરવો.આ ઉપાયથી ડર દૂર થાય છે.

સૂર્ય દોષ દૂર કરવા માટે

જે વ્યક્તિની કુંડળીમાં સૂર્ય નીચ સ્થાનમાં હોય તેમણે તેમના દિવસની શરૂઆત ગોળ ખાઈને જ કરવી જોઈએ. તેમજ ગ્રહ દોષ દૂર કરવા માટે 800 ગ્રામ ઘઉં અને તેટલા જ પ્રમાણમાં ગોળ લઈ અને તેને રવિવારે મંદિરમાં દાન કરી દેવા.

ઘરનું ઘર ખરીદવા માટે

જો તમે પોતાનું ઘર ખરીદવા માંગતા હોય તો દર રવિવારે ગાયને ગોળ ખવડાવવો અને શનિવારે શનિ મંદિરમાં છાયા દાન કરવું. આનાથી તરત જ લાભ થાય છે.

કરજ મુક્તિ માટે

ભોજનમાં રોજ ગોળનું સેવન કરવું તેમજ હનુમાનજીને ગોળ-ચણા ધરવા અને ઋણમોચક મંગલસ્ત્રોતનો પાઠ કરવો, તુરંત લાભ થશે.

નોકરી માટે

જ્યારે ઈન્ટરવ્યુ માટે જવાનું થાય ત્યારે સાથે ગોળ અને લોટ લઈ જવો અને રસ્તામાં કોઈ ગાયને ખવડાવી દેવો. અવશ્ય સફળતા મળશે.

લગ્ન માટે

જેને લગ્ન ઝડપથી કરવાની ઈચ્છા હોય તેમણે દર ગુરુવારે ગાયને લોટ અને ગોળના બે લાડુ બનાવીને ખવડાવી અને હળદરનો ચાંદલો કરવો.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111310882
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now