સાહિત્ય સંગ્રહ સ્પર્ધા માં મારી કૃતિ ને તતૃર્થ નંબર મળ્યો છે.
શબ્દ -નૂપુર
📗 *સાહિત્ય સંગ્રહ✒️સ્પર્ધા*
➖➖➖➖➖➖➖➖
નૂપુર
સેંથે સિંદૂર,
નાકમાં નથણી,
ગળે મંગળસૂત્ર,
હાથે કંગન,
પગે નૂપુર,
સોહાગનાં શણગાર.
આમાં કંઈક બદલાવ લાવીએ.
સેંથે પૂર્યું સિંદૂર,
નાક સોહે નથણીથી,
ગળે સોહાવ્યું મંગળસૂત્ર,
હાથે સોહાવ્યાં કંગન,
પગે સોહાવ્યા નૂપુર.
માત્ર સોહાગનાં શણગાર?
ના ના ના,
એ તો છે વાલમનાં પ્યારની નિશાની.
પતિ ગુજરી જવાથી પ્યારની નિશાની અળગી કરાય?
હરગીઝ નહીં.
પતિ નથી તો શું થયું?
વાલમનાં પ્યારની નિશાની
સેંથેથી સિંદૂર,
નાકની નથણી,
ગળેથી મંગળસૂત્ર,
હાથનાં કંગન,
પગનાં નૂપુર,
મારાં અંગેથી અળગા કરવાની
વાત જ ન કરશો.
આ પ્યારભરી નિશાની જ તો છે ,
જીંદગી જીવવાનો પ્રેરણાસ્ત્રોત.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બીલીમોરા.
તારીખ.૨૦-૧૨-'૧૯.