Gujarati Quote in Romance by Chaitanya Joshi

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હરાયું હૈયું મારું સાંભળતાં ટહુકો તારો.
પરવશ મન મારું સાંભળતાં ટહુકો તારો.

રણકતી ઘંટડી શી મધુર રવ ઉપજાવતી,
મને લાગ્યું સારું સાંભળતાં ટહુકો તારો.

સુમધુર હાસ્યને દંતાવલિ મનને મોહતી,
તેં કર્યું તારું ધાર્યું સાંભળતાં ટહુકો તારો.

ચરણ પાયલ સુમધુર ધ્વનિ કરી ગુંજતાં,
કેટકેટલું મન વાર્યું સાંભળતાં ટહુકો તારો.

તરુલત્તા ઓથેથી સુલભ દીદાર તારાને,
અંજાન રાહે હંકાર્યું સાંભળતાં ટહુકો તારો.

ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.

Gujarati Romance by Chaitanya Joshi : 111310646
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now