પુછ્યુ એક મુસલમાન મિત્રઍ મને
શુ આ દેશ નથી અમારો ?
જેટલો મારો છે એટલો છે તમારો
ખુન વહાવીને મળી હતી આપણને આઝાદી
હવે ખુન વહાવીને કેમ કરવી છે બરબાદી
ભગવો મારો, અને લીલો તારો મઝહબી રંગ
પણ લાલ છે આપના બન્નેના ખુનનો રંગ
આપની ભારત મા નું દિલ બહુ ઉદાર
આપણે બન્ને છીએ તેના જ બાળ
આવ મળીને કરીએ દેશનું નવસર્જન
બનાવીઍ આપણે દેશને નંબર વન
મને ખબર છે જેટલુ વ્હાલુ છે તને કુરાન
તેટલું જ વ્હાલુ છે તને હિન્દુસ્તાન
લડાઈ અને ઝગડા ઍ તો છે પુરાણી વાતો
આપને શુ કામ બનીએ રાજકારણનો હાથો
#priten 'screation#