Gujarati Quote in Blog by Chaitanya Joshi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન ગણાય છે નારી.
તોય ક્યાં કોઈથીય સમજાય છે નારી!

માતૃરુપે એ જન્મ આપીને પોષનારી,
જનનીરુપે હરહંમેશ પૂજાય છે નારી.

ભગિનીરુપે ભ્રાતાસંગ એ ખેલનારી,
બળેવમાં રક્ષાબાંધી હરખાય છે નારી.

ભાર્યારુપે પતિપગલે એ ચાલનારી,
સમર્પણ જીવનનું પરખાય છે નારી.

શોભે છે સૌંદર્ય મર્યાદાને પાળનારી,
નરનું અડધું અંગ એ મનાય છે નારી.

ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.

Gujarati Blog by Chaitanya Joshi : 111308161
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now