ન કેવળ શબ્દો લગી એના સાર સુધી આવો તમે.
ન કેવળ વિચાર લગી કે આચાર સુધી આવો તમે.
વાણીવિલાસની ભરમાર ના કશું આપી શકે કદી,
ન કેવળ ચક્કર લગી કે આધાર સુધી આવો તમે.
ટાપટીપ કે વસ્ત્રપરિધાને માણસ નથી દેખાવાનો,
ન કેવળ ઉધાર લગી કે ઉદ્ધાર સુધી આવો તમે.
છે કૈંક કરી છૂટવામાં સાફલ્ય મનુજ અવતારનું,
ન કેવળ સિંગાર લગી પડકાર સુધી આવો તમે.
શબ્દોની સાઠમારી ઔપચારિકતા નિભાવનારી,
ન કેવળ ઉચ્ચાર લગી અણસાર સુધી આવો તમે.
ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.