મા નો પાલવ જાણે બળબળતી બપોર ની
શીતળ છાયા કરતુ ઝાડ.
માનો પાલવ જાણે હાલતું ચાલતું એ. ટી.એમ.
ગમે ત્યારે પૈસા મળી જાય. આજેય મને યાદ
આવે છે કે માં કેવી રીતે દસ કે વીસ ની નોટ
વાળી ને પાલવ ના છેડે ગાંઠ બાંધતી.
એના પાલવ થી જે ચહેરો ચોખ્ખો થતો એ આજે
મોંઘા બ્યુટી પાર્લર માં ફેશિયલ થી એ નથી થતો.
જ્યારે પણ બીક લાગી કે ડર લાગે તો એ છુપાવવી
જગા એ માનો પાલવ.
આખું ગામ ફરી આવતી માનો પાલવ પકડી ને
ના કોઈ ખોવવાની બીક કે ના છૂટા પડવાની ચિંતા.
કઈ કેટલુંય પાલવ નીચે સંતાડી મને લાવી ને ખવડાયું હશે.
પપ્પા ની ધમકી કે માર થી કાયમ બચાવતો માં નો પાલવ
માં ના પાલવ ની છત આજની આ જગમગતી
છત કરતા વધારે વાલી લાગે.. આજે...
ગોદડી નાં કવર પર માની સાડી નો પાલવ જોઈ
બસ એમજ વળગી ને બેસી રહી હું..જાણે આઇ
પાછી મારી ઢાલ..