Gujarati Quote in Shayri by Jignesh Trivedi

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જે સફર મેં આદરી ત્યાં રાવ વિણ ઢળવું છે મારે,
ભીતરી આકાશને આ ભવમાં તો અડવું છે મારે.

હું મને શોધું છતાં એવું બને કે ના મળું,મુજ
જાત જ્યાં ખોવાઈ ત્યાંથી તો પાછા ફરવું છે મારે.

ડૂબવાની ઘટના જીવનમાં વારે વારે થઈ રહી છે,
ડૂબી ઈશ દરિયામાં ભવસાગર હવે તરવું છે મારે.

જે દિવાલે કાન રાખી બેઠા છે એને શું બોલું !
સાંભળી લે ,ખોટું ક્યાં કોઈનું કદી કરવું છે મારે.

પેટ ખાલી હોય એ પીડા ખબર ક્યાં છે બધાને,
એટલે તો પેટ ખાલી કોઈનું ભરવું છે મારે.

ખેવના મુજ જે રહે એ વ્હાલ છે પ્રેમ છે,તે
માટે લઈને હાથ તારો ,આ ભવે ફરવું છે મારે.

આજે પણ તુજ દૂરતા સાલે છે ને તડપન વધારે,
એટલે તુજ સાથ પ્રિયતમ જીવવું મરવું છે મારે.

મોત આવે તો આવકારો આગમનને પણ શરત એક
આભથી તારો ખરે પળમાં એવું ખરવું છે મારે.

જિજ્ઞેશકુમાર ડી. ત્રિવેદી 'પ્રકાશ'
અમદાવાદ

Gujarati Shayri by Jignesh Trivedi : 111305479
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now