મા,
મારી આંખનું આંસુનું એક ટીપું
તને હલબલાવી દેતું'તું
તું આખ્ખું ઘર માથે લઇ લેતી'તી
કેમ?કેમ?કેમ?
પ્રશ્નોની વણઝાર ખડી થાતી'તી
કારણ....નિવારણ
તારી વિહ્વવળ દશા
તુ મથતી મચતી મુંઝાતી
મારી લાડલીના અધરે
હોવું જોઇએ સ્મિત હંમેશા
આખમાં સજેલા હીવા જોઇએ
સપ્તરંગી સુદર શમણા
પણ. મા
અમે તારા ભીના ઓશિકામા
દબાયેલા ડૂસકાં
ઝરેલી અશ્રુઝડી
ના સમજી શકયા
તારી લાગણીની લિપિ
ના ઉકેલી શકયા
છતાંય ધરપત છે
કે"મા" હંમેશા બાળકને માફ કરે છે
એ જ એનો મોટો કરતબ છે!