Gujarati Quote in Story by Jayshree Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રમકડું

સમીરા નાનપણથી રમકડાં ની ભારી શોખીન,જાતજાતના રમકડાંથી તે રમતી પણ સંતોષાતી નહિ.તેના બાપા પણ બા ના પાડે તોય રમકડું લઈ જ આવતા.તે બાપાનો મૂક આભાર માનતી.
અત્યારે એના રમકડાં હતા તેની કલ્પનાના પાત્રો,જેવાકે આશાપારેખ,શર્મિલા ટાગોર,મિનાકુમારી,
તો ક્યારેક ક્યારેક તે લલિતાપવાર પણ બની જતી.મનમાં જ તે પાત્ર સાથે વાત કરતી તો ક્યારેક અભિનય કરી લેતી .મનમાં વિચારતી કે હુ કેમ *બા* કે *દાદીમા* નું પાત્ર નથી બનતી?પછી તે ચપટી વગાડી હસી પડતી.
સમયના વહાણા વાયા તેની આ મન સ્થિતી સમજનાર પિતાનું મૃત્યુ થયું ,તે હવે ન કોઈ પાસે જતી ન કોઈને પોતાના મનમાં લેતી.બા પાસે તો એ આશા જ ન રાખતી.ભાઈ ઘરમાં ટી.વી લાવ્યો ને તેણીને ફરી જાણે કંઈક નવું રમકડું મળ્યું હોય તેવું લાગ્યું .એક દિવસ એક જાહેરાત જોઈ રહી હતી ને તેણીએ એક સુંદર પરી જેવી છોકરી જોઈ ને તે અંદર દોડી ગઈ.પોતાના પટારામાંથી મન ગમતી એક સુંદર ઢીંગલી લઈ આવી.સ્થિર થઈ ઘડીમાં ઢીંગલી તરફ તો ઘડીમાં જાહેરાત વાળી છોકરી તરફ જોતી રહી.ભાઈ સામે જોતી રહી.ભાઈ સમજ્યો કે નહિ પણ તેની આંખો જાણે કહેતી હતી...આ મારૂ સ્વપ્નું હતું...!
હા એ સુંદર ઢીંગલી જેવી જ ને પેલી મોડેલ જેવી તે બનવાના સ્વપ્ન જોતી હતી...તેના હાથનું *રમકડું*તેનુ સ્વપ્ન હતું .પણ ભગવાને સ્વપ્ન ને જોવા મન આપ્યું હતું પણ *રમકડું* જેમ બેજુબાન હતું તેમજ સમીરા જન્મથી જ બેજુબાન હતી.જગતનું બેજુબાન રમકડું હતી.

જયશ્રી પટેલ
૯/૧૨/૧૯

Gujarati Story by Jayshree Patel : 111304024
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now