*🏹ગીતા જયંતીની શુભેચ્છાઓ..💐*
વેદોનો વિશ્વાસ છે ગીતા..
ઋષિઓ કેરી આશ છે ગીતા...
રમતા રમતા જીવન જીવું..
એ કાવ્યનો પ્રાસ છે ગીતા...
નાચે માથે લઇને ઇમરસન..
સ્ફૂર્તીનો એવો વાસ છે ગીતા...
જન્મદિવસ જેનો માણીએ..
ગ્રંથોમાં એક ખાસ છે ગીતા...
ખેતર છે આ જીવન મારું..
ને વાવણીનો ચાસ છે ગીતા..
જીવ જગત ને જગદીશ તણી..
ઓળખ આપતો પાસ છે ગીતા...
છે જવાબ "જગત"ના પ્રશ્નોના ..
*કૃષ્ણ* તણો એ શ્વાસ છે ગીતા...