Gujarati Quote in Shayri by Jignesh Trivedi

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આમ હું છું નિત અમન પણ છેડે તો હું જંગ છું,
આયુ ઓછી પણ હું આકાશે ચમકતી વીજ છું

ઉઘડું તો મોતી ,ને જો હું બંધ તો નિત છીપ છું,
આમ ખીલું તો કમળ ને બંધતો હું દ્વંધ છું.

રીત મુજને પામવાની છે સહજ, ને છે સરળ,
ક્યાં કઠિન હું દાખલો, હું આવડે એ રીત છું.

ઓળખી મુજને શકો આવીને મારાથી સમીપ,
પાસ આવો જોડવા જેવો સહજ સંબંધ છું.

જે કરે છે તોડવા ગોઠવણી તેને બોલી દો,
તોડશો ક્યાંથી? હું ભીતરથી તો નિત અકબંધ છું.

જે જનમથી છો ,તે કરતાં થાવ છો શું તે જુઓ,
હું જનમની સાથે કર્મે પણ સદાથી દ્વિજ છું.

વાસનોઓ મુજ જે ઓછી થઈ નથી ને તે છતાં.
વાલિયાથી વાલ્મિકીની સફર તજવીજ છું.

આજે પણ હું શોધું છું મુજમાં ક્યાં ક્યાં શું ખૂટે છે,
આમ હું જાણું જીવનમાં ક્યાં ને ક્યાં નિત અંધ છું.

વેદના મારી સામે આવી ટકી તો ના શકી ,
હું પળેપળ જીવતો ને હું સદા ઉમંગ છું.

દૂર બેઠો તે છતાં મુજ ભાવ અનરાધાર છે,
આપને પણ લાગશે દૂરી છતાં હું સંગ છું.

ભાવો ભીતરના જ્યાં ઉભરાવા મથે ત્યારે હું નિત
છલકું શબ્દોમાં ગઝલ કે શબ્દે શબ્દે ગીત છું.


ધીરે ધીરે રંગ ઘેરો ચડશે પ્રેમીને 'પ્રકાશ'
એમાં કારણ એટલું ઉતરે ના એવો રંગ છું.

જિજ્ઞેશકુમાર ડી. ત્રિવેદી 'પ્રકાશ'
અમદાવાદ

Gujarati Shayri by Jignesh Trivedi : 111302781
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now