*શિખરો જ્યાં સર કરો,*
*ત્યાં કીર્તિ સ્તંભ ખોડી શકો.*
*પણ ગામને પાદર એક પાળીયો,*
*અમને એમ ના ખોડી શકો.*
*ડરાવી ધમકાવી ઈન્સાનના,*
*બે હાથ જોડાવી શકો.*
*પણ ઓલા કેસરીના પંજાને,*
*તમે એમ ના જોડાવી શકો.*
*કહે "દાદ" આભમાંથી ખરે,*
*એને છીપમા જીલી શકો.*
*પણ ઓલ્યું આંખમાંથી ખરે,*
*અને એમ ના જીલી શકો.*
*કવિ દાદ*