સુરતની એ ભયાનક ઘટનાને આજે ઘણા જ મહિનાઓ થઈ ગયા, સૈના દિલોમાં લાગેલી આગ પણ હવે તો ચાલતા સમયની સાથે હોલવાઇ ગઇછે, સ્મશાને ભૂલકાંના શરીરમાંથી ખરેલી રાખ પણ હવે બીજાઓ લોકોની રાખમાં ભેડવાઇ ચૂકી હશે ને બાકી બચેલા તેઓના શરીરના ફુલો પણ પવિત્ર નદીના પાણીમાં હાલ કદાચ ઓગળી પણ ગયા હશે! કયાંથી ભૂલાય એ ગોઝારો દિવસ! જેમાં બાવીસ નાદાન, નિર્દોષ ને ભણતા કોમળ બાળકોએ આગના ભય સાથે ચોથા માળેથી નીચે કુદીને પોતાનો કિમતી જીવ આપી દીધો હતો! કદાચ તેઓએ એક બચી જવાની નાની આશાએ એક પછી એક કુદકા માર્યા હતા પણ છતાંય તેઓ પોતાનો કિંમતી જીવ બચાવી ના શકયા એ તેમને અફસોસ રહી ગયો હશે!
કદાચ ઇશ્વરને આમ જ મંજુર હશે!
તેમાંની એક નાની બાળકી નામે રોશની (નામ બદલેલછે) જે આ ઘટના બની હતી તેના આગલા દિવસે પોતાને ઘેર તેના અધુરા પેઇન્ટીંગને પુરુ કરવામાં વ્યસ્થ હતી પણ તેને એક આશા હતી કે આ મારુ પેઇન્ટીંગ આજ નહી તો કાલે જરુર પુરુ થઈ જશે પરંતું બીજા દિવસે પણ તે તેનુ પેઇન્ટીંગ પુરુ ના કરી શકી કારણકે તક્ષશીલામાં લાગેલી આગમાં તે પણ સામેલ હતી ને તેને પણ બચવા માટે ઉપરથી કુદકો લગાવ્યો હતો ને તેનો પણ નીચે પડવાથી જીવ ચાલ્યો ગયો હતો આથી તે પણ આ દુનિયાથી દુર ચાલી ગઇ..
ખેર તેનુ અધુરુ પેઇન્ટીંગ તો તે પુરુ કરવા આ દુનિયામાં ના રહી પણ તેના એક સ્કુલ ફ્રેન્ડે દિલ ઉપર પથ્થર મુકીને પણ જેમ તેમ આવડે તેવી રીતે પુરુ જરુર કર્યુ કે જેથી તેના (રોશનીના) દિલમાં અધુરા પેઇન્ટીંગની રહેલી એક ઇચ્છા તો પુરી થઈ શકે..કાશ આજે તે હોત તો આ તેનુ પુરુ થયેલ પેઇન્ટીંગ જોઇને કેટલી બધી ખુશ થઈ હોત!!!